Gujarat: આણંદના તારાપુરથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, 1999માં આવ્યો હતો ભારત

Gujarat: આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક કથિત પાકિસ્તાની જાસૂસ (Pakistani Spy)ની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. ગુજરાત (Gujarat) પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડે (ATS) ગુરૂવારે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. તે વ્યક્તિ મૂળે પાકિસ્તાનની છે પરંતુ તેણે ભારતની નાગરિકતા મેળવેલી છે.  લશ્કરી વિભાગ દ્વારા એવી ગુપ્ત બાતમી આપવામાં આવી હતી કે, 55 […]

Share:

Gujarat: આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક કથિત પાકિસ્તાની જાસૂસ (Pakistani Spy)ની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. ગુજરાત (Gujarat) પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડે (ATS) ગુરૂવારે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. તે વ્યક્તિ મૂળે પાકિસ્તાનની છે પરંતુ તેણે ભારતની નાગરિકતા મેળવેલી છે. 

લશ્કરી વિભાગ દ્વારા એવી ગુપ્ત બાતમી આપવામાં આવી હતી કે, 55 વર્ષીય લાભશંકર મહેશ્વરી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) છે અને તે આર્મીના કર્મચારીઓનો સંપર્ક કરવા માટે વ્હોટ્સએપ નંબરનો ઉપયોગ કરી રહ્યો છે જેના દ્વારા રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) માલવેર મોકલીને સંવેદનશીલ માહિતીની જાસૂસી કરવામાં આવી રહી છે. 

બાતમી બાદ Gujarat પોલીસનું ઓપરેશન

ATS સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ઓમ પ્રકાશ જાટના કહેવા પ્રમાણે આરોપી ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો જે મુહમ્મદ સકલાઈન થાઈમના નામે ઈસ્યુ કરાવવામાં આવ્યું હતું. આ સિમ કાર્ડને અઝગર હાજીબાઈના મોબાઈલમાં એક્ટિવેટ કરવામાં આવેલું હતું. આ ડિવાઈસને બાદમાં પાકિસ્તાન એમ્બસી સાથે સંકળાયેલી વ્યક્તિના ઈશારે આણંદમાં પાકિસ્તાની જાસૂસ (Pakistani Spy) લાભશંકર મહેશ્વરી પાસે મોકલવામાં આવ્યું હતું.

વધુ વાંચો: ગુજરાત પોલીસે એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર દરોડા પાડયા

Pakistani Spy 1999માં ભારત આવેલો

લાભશંકર મહેશ્વરી એક પાકિસ્તાની નાગરિક હતો અને 1999માં તે ભારત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ભારતીય નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે તેનો પરિવાર હજુ પણ પાકિસ્તાનમાં જ રહે છે. સંબંધિત વ્હોટ્સએપ નંબર હજુ પણ પાકિસ્તાનમાં સક્રિય છે. લાભશંકર મહેશ્વરી પોતાની ઓળખ આર્મી પબ્લિક સ્કુલના અધિકારી તરીકે આપીને આર્મી જવાનોના પરિવારને ટાર્ગેટ કરતો હતો. 

આરોપી પોતાના ટાર્ગેટને ટેક્સ્ટ મેસેજ મોકલીને અમુક પ્રતિયોગિતામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતો હતો અને તેમને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સાથેના ફોટો અપલોડ કરવા માટે કહેતો હતો. જાણવા મળ્યા મુજબ લાભશંકર મહેશ્વરીએ ભારતીય સંરક્ષણ કર્મીઓની કોન્ટેક્ટ ડિટેઈલ્સ પાકિસ્તાની એજન્સીને મોકલી હતી. 

આરોપીની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંડોવણી

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભશંકર મહેશ્વરી નામનો શખ્સ કેટલાક મોબાઈલ નંબરો મારફતે પાકિસ્તાનને માહિતી પૂરી પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો હતો.

વધુ વાંચો: પ્રદૂષણ મામલે તોડ્યો દિલ્હીનો રેકોર્ડ, હવા સતત બની રહી છે ઝેરી

એપ્લિકેશન દ્વારા ડેટા એકત્ર કરી માહિતી પહોંચાડતો

વ્હોટ્સએપ દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને એક apk ફાઈલને અસલ ફાઈલના સ્વાંગમાં મોકલવામાં આવતી હતી. જેમાં RAT માલવેર મોકલવામાં આવતો હતો. તેના થકી મોબાઈલ ફોનની તમામ માહિતી જેવી કે કોન્ટેક્ટ, કોલ લોગ, ફોટો, વીડિયો અને સ્ટોરેજ ફાઈલ્સનો ડેટા એકસેસ કરી તેને અન્ય દેશના કમાન્ડ એન્ડ કંટ્રોલ સર્વર પર મોકલવામાં આવતી હતી.