Spa Raid: ગુજરાત પોલીસે એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર દરોડા પાડયા

Spa Raid: ગુજરાત પોલીસ દ્વારા હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે રાજ્યભરમાં સ્પા સેન્ટરો (spa centres), કોમર્શિયલ બિલ્ડીંગો અને હોટેલો પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં […]

Share:

Spa Raid: ગુજરાત પોલીસ દ્વારા હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે રાજ્યભરમાં સ્પા સેન્ટરો (spa centres), કોમર્શિયલ બિલ્ડીંગો અને હોટેલો પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ચાલી રહેલા સ્પા પર દરોડા પાડવામાં આવ્યાં છે. આ વિશેષ કામગીરીના ભાગરૂપે પોલીસની ટીમોએ એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર એક સાથે દરોડા પાડ્યા હતા. 

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન, રાજ્યના વિવિધ ભાગોમાંથી 152 શકમંદો સામે 103 FIR દાખલ કરવામાં આવી હતી. 152 આરોપીઓમાંથી, 105ની ધરપકડ કરવામાં આવી છે અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડયો છે. આ ઉપરાંત પોલીસે 27 સ્પા સેન્ટર (spa centres) અને તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો: Rahul Gandhiએ અદાણી પર 32 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો

17 ઓક્ટોબરે ગૃહમંત્રીએ કડક સૂચના આપી હતી

17 ઓક્ટોબરના રોજ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ તમામ પોલીસ અધિક્ષકો, રેન્જ અધિકારીઓ, પોલીસ કમિશનરો, સંયુક્ત પોલીસ કમિશનરો અને નાયબ પોલીસ કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી ગેરકાયદે સ્પા અને દેહવ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા (Spa Raid) પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને જ્યાં સુધી રાજ્યમાંથી આવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ અમલીકરણ કાર્યવાહી ચાલુ રહેશે.

વડોદરામાં, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ(ATTU) અને ઝોન 2 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જૂના પાદરા રોડ પર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી હતી. દરોડા (Spa Raid) દરમિયાન, ચાર છોકરીઓને દેહવ્યાપારની પ્રવૃત્તિમાંથી બચાવી લેવામાં આવી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં, AHTUએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અન્ય બે સ્પા ઓપરેટરો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.   

સુરતમાં, વિશિષ્ટ ટીમો એકત્ર કરવામાં આવી હતી અને સ્પા (spa centres)માં થતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિઓ વિશેની માહિતીના આધારે સાવચેતીપૂર્વક આયોજનબદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. 50 સ્પામાં પોલીસે દરોડા (Spa Raid) પાડી 35 લોકોની ધરપકડ કરી હતી. 

વધુ વાંચો: સિક્કિમમાં પૂરને કારણે મૃત્યુઆંક 40 પર પહોંચ્યો, 76 લોકો હજુ પણ ગુમ

રાજકોટ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શહેરની અંદર ચાલતા સ્પા પર દરોડા (Spa Raid) પાડ્યા હતા. 50થી વધુ સ્પા સેન્ટરોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ હતી. 

સમગ્ર ગુજરાતમાં કાર્યરત સ્પા (spa centres)માં ગેરરીતિઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં, અમદાવાદ શહેર પોલીસે જાહેરનામાના ભંગ બદલ વધુ છ સ્પા ઓપરેટરો સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં જાહેરનામાના ભંગ બદલ 24 ઓપરેટરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.