Navratri 2023: ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ દિવસે હૃદયને લગતી સમસ્યાના 58 કેસ નોંધાયા

Navratri 2023: રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારનો ઉત્સાહ છવાઈ ગયો હતો અને લોકો નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લેવા અને તેમના મનપસંદ ગરબા ગીતો પર નૃત્ય કરવા આતુર હતા. ત્યારે રવિવારે સાંજે 6 થી 12 વાગ્યા વચ્ચેના છ કલાકના સમયગાળા દરમિયાન EMRI 108 ઈમર્જન્સી સેવાઓના ડેટાએ ચિંતાજનક વલણ દર્શાવ્યું હતું. રોડ ટ્રાફિક અકસ્માતો (RTAs) […]

Share:

Navratri 2023: રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારનો ઉત્સાહ છવાઈ ગયો હતો અને લોકો નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લેવા અને તેમના મનપસંદ ગરબા ગીતો પર નૃત્ય કરવા આતુર હતા. ત્યારે રવિવારે સાંજે 6 થી 12 વાગ્યા વચ્ચેના છ કલાકના સમયગાળા દરમિયાન EMRI 108 ઈમર્જન્સી સેવાઓના ડેટાએ ચિંતાજનક વલણ દર્શાવ્યું હતું. રોડ ટ્રાફિક અકસ્માતો (RTAs) સામાન્ય દિવસોની સરખામણીમાં 21% વધ્યા છે. આ ઉપરાંત, ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ હૃદયને લગતી સમસ્યા (cardiac disease)ના 58 કેસ નોંધાયા છે. 

EMRIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “નવરાત્રી ઉત્સવના પ્રથમ દિવસે હૃદયને લગતી સમસ્યા (cardiac disease)ના 58 કેસ નોંધવા એ જોખમ રૂપ છે. નવરાત્રી દરમિયાન આગામી દિવસોમાં કેસોની સંખ્યા વધુ સ્પષ્ટ થશે.” 

વધુ વાંચો: મુંબઈમાં નવરાત્રી અને છઠ્ઠ પૂજા માટે BMCએ કરી ખાસ તૈયારીઓ

Navratri 2023 લઈને તંત્ર એલર્ટ

હૃદય રોગ નિષ્ણાતોનું કહેવું છે કે યુવાનોમાં થતા હૃદયને લગતી સમસ્યા (cardiac disease)ના કેસ પાછળનું કારણ પરિશ્રમનો અભાવ, બેઠાડુ જીવનશૈલી, વાહન પર વધુ પડતું અવલંબન છે. આ ઉપરાંત તાજેતરમાં કોરોનાના લીધે કેટલાય લોકો પર તેની અસર થઈ છે. લોકો કોરોનામાંથી સાજા તો થઈ ગયા છે, પરંતુ તેમની રક્તવાહિનીઓ પર વિપરીત અસર થઈ છે. તેના લીધે રક્તવાહિનીઓની લોહી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે.

અગાઉ ગુજરાત સરકારે નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ ખાસ ગાઈડલાઈન જારી કરી હતી. હૃદયને લગતી સમસ્યાના કેસમાં જોવા મળી રહેલા વધારાના ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોને સ્થળ પર ડોક્ટર અને 108 એમ્બ્યુલન્સની સેવા તૈનાત રાખવા માટે જણાવવામાં આવ્યું હતું. 

યુવાવસ્થમાં હૃદયને લગતી સમસ્યા કેસ વધતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મંગળવારના રોજ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારે નવરાત્રી (Navratri 2023)ના તહેવારમાં નવે નવ દિવસ માટે ગરબા સ્થળોએ 108 એમ્બ્યુલન્સ અને તબીબી સ્ટાફ મુકવાનો નિર્ણય લીધો છે. 

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હૃદયને લગતી સમસ્યાના લક્ષણોના આધારે લોકોએ ચેકઅપ કરાવવું જોઈએ. ઉપરાંત 30-40 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોએ વાર્ષિક આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. 

વધુ વાંચો: ક્રિકેટ ફીવર વિથ નવરાત્રી, ખેલાડીઓના ગરબા રમતા ટેટુ ટ્રેન્ડિંગમાં

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રી (Navratri 2023) દરમિયાન શહેરોમાં જ્યાં મોટા મોટા ગરબા કાર્યક્રમો યોજાય છે ત્યાં પોઈન્ટ ફાળવવામાં આવી રહ્યા છે અને ગામડાઓમાં પણ હાર્ટ એટેક સહિતના કેસમાં CHC, PHC સ્ટાફને તાત્કાલિક સારવાર આપવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. 

ઋષિકેશ પટેલે નવરાત્રી (Navratri 2023)ના તહેવાર દરમિયાન દરેક સ્થળોએ 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ હાજર રહેશે તેવી ખાતરી આપવાની સાથે જ લોકોને હૃદયને લગતી સમસ્યાના લક્ષણો જણાય તો તેને ગંભીરતાથી લેવા સૂચન કર્યું હતું.