Gujarat Science Cityમાં નવા આકર્ષણો ઉમેરાશે, મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક

Gujarat Science City: વડાપ્રધાન મોદીની પ્રેરણાથી 2001માં અમદાવાદ ખાતે 107 હેક્ટર જમીન પર વર્લ્ડ ક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની લોકપ્રિયતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં તેમાં નવા ઈનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનોની સમીક્ષા કરી હતી.  ગુજરાતના સાયન્સ સિટી (Gujarat Science City)માં હાલમાં મ્યૂઝિકલ ફાઉન્ટેન, રોબૉટિક્સ […]

Share:

Gujarat Science City: વડાપ્રધાન મોદીની પ્રેરણાથી 2001માં અમદાવાદ ખાતે 107 હેક્ટર જમીન પર વર્લ્ડ ક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની લોકપ્રિયતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં તેમાં નવા ઈનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનોની સમીક્ષા કરી હતી. 

ગુજરાતના સાયન્સ સિટી (Gujarat Science City)માં હાલમાં મ્યૂઝિકલ ફાઉન્ટેન, રોબૉટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચનો અનુભવ કરાવે છે.

વધુ વાંચો: PM Modiએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી

Gujarat Science Cityનું આકર્ષણ વધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટ્સની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધાસભર બનાવવા માટે સમીક્ષા કરી હતી. તેમણે સાયન્સ સિટીમાં આગામી સમયમાં બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park)સહિતના જે નવીનતાસભર આકર્ષણો ઉમેરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. 

સાયન્સ સિટીમાં હાલ જે મ્યુઝિકલ ફાઉન્ટેન છે તેના અપગ્રેડેશન અને તેને વધુ આકર્ષક બનાવવાની સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. તેમાં હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park) પણ ઊભા કરવામાં આવશે.

વધુ વાંચો: PM Narendra Modiએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

ટચસ્ક્રીન ટેક્નોલોજી અને એક્સપ્લોરેટોરીયમ માટે સૂચન

દર વર્ષે ગુજરાતના સાયન્સ સિટી (Gujarat Science City)ની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. 2012થી 2023ના દશકમાં અંદાજે 77 લાખ લોકો તેમજ 2022ના એક જ વર્ષમાં 12.39 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે. 

CM ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક શેર કરી શકે તે માટે અદ્યતન કિયોસ્ક, ટચસ્ક્રીન ટેક્નોલોજી વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું.ઉપરાંત સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી. 

સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણોને અનુરૂપ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે તે માટે ઓપન-એર સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ સાયન્સ ટાવર અને બાયોડાયવર્સિટી પાર્ક (Biodiversity Park)ના નિર્માણ સહિતના વિવિધ મુદ્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્ક્સના નિર્માણ માટે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદી અને સાયન્સ સિટીના જનરલ મેનેજર વગેરે આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા.