ગુજરાતના વૈજ્ઞાનિકે મંગળ પર કરી 20 ગલી સાઈટ્સની શોધ, મંગળ પર પાણીની હાજરીના સંકેતો

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકે IIT ગાંધીનગર ખાતેના પીએચડીના અભ્યાસ દરમિયાન મંગળ ગ્રહ પર 20 નવી જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં પૃથ્વી પર મળી આવતા પાણી દ્વારા કોતરવામાં આવેલી ચેનલ જેવી રચના હોવાનું સામે આવ્યું છે. અભ્યાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ આ રચનાઓને સમજાવવાનો છે જેના પરથી એવું તારણ મળી રહ્યું છે કે, ભૂતકાળમાં મંગળ પર જમીન […]

Share:

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકે IIT ગાંધીનગર ખાતેના પીએચડીના અભ્યાસ દરમિયાન મંગળ ગ્રહ પર 20 નવી જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં પૃથ્વી પર મળી આવતા પાણી દ્વારા કોતરવામાં આવેલી ચેનલ જેવી રચના હોવાનું સામે આવ્યું છે. અભ્યાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ આ રચનાઓને સમજાવવાનો છે જેના પરથી એવું તારણ મળી રહ્યું છે કે, ભૂતકાળમાં મંગળ પર જમીન સ્વરૂપની રચના વખતે પાણી હોવાની શક્યતા છે. 

છેલ્લા 20 વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે

મંગળ ગ્રહ પરથી મળી આવેલી ગલીઓમાં જોવા મળેલા ભૂસ્તરશાસ્ત્રીય લક્ષણો પાણી અથવા જમીન ધોવાણ દ્વારા જે નિશાનો પડે તે દર્શાવે છે. મંગળ ગ્રહ પર ગલીઓની શોધ સાથે ખાસ કરીને છેલ્લા 20 વર્ષોમાં લાલ ગ્રહ પર વૈજ્ઞાનિક મિશન પછી વૈજ્ઞાનિકો ખાસ તો એવા સ્થળોની રચના સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જ્યાંથી વહેતું પાણી કે તેના કોઈ પુરાવા મળ્યા નથી.

IIT ગાંધીનગર ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના વૈજ્ઞાનિક ઋષિતોષ કુમાર સિંહાનું પીએચડી અભ્યાસ માટેનું આ સંશોધન દર્શાવે છે કે, મંગળ પરની સક્રિય ગલીઓ આજે વાતાવરણના પરિવર્તન દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ બરફની ગતિવિધિના લીધે આકાર બદલે છે ત્યારે ભૂતકાળમાં ત્યાં પાણી હોવાની શક્યતા છે. 

આ ગલીઓ છેલ્લા કેટલાક મિલિયન વર્ષો દરમિયાન નિર્માણ પામી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ માટે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના સહયોગી પ્રોફેસર ડોક્ટર દ્વિજેશ રેના માર્ગદર્શન હેઠળ ‘ગ્લેશિયલ લેન્ડફોર્મ્સ એન્ડ ગલી ફોર્મેશન ઓન માર્સ’ નામનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. મંગળની સપાટી પર પાણીની શોધ ચાલી રહી છે તેના અનુસંધાને જ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. 

મંગળ પર પાણી વહેતું હોવાના સંકેતો

સંશોધન એ વાતને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું કે, મંગળ ગ્રહની સપાટી પર પાણીની શોધ ચાલી રહી છે. જો ભૂતકાળમાં મંગળ પર પાણી હતું તો એ ક્યાં ગયું? શું મંગળની સપાટી પર વર્ષો પહેલા જે પાણી હતું તેનું બાષ્પીભવન થઈ ગયું હતું કે પછી તે મંગળની સપાટીમાં શોષાઈ ગયું હતું. માર્સ ગ્લોબલ સર્વેયરે 2000ની સાલમાં પ્રથમ વખત મંગળ ગ્રહ પર ગલીની રચનાઓ દર્શાવી હતી. 

મંગળ પર પાણી ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડ બરફ અંગે પણ સંશોધનો થયા છે. ઋષિતોષ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, ગલીઓના નિર્માણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઈડની સંભવિત ભૂમિકાઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે અનેક ગલીઓ વિસ્તરણ અથવા પરિવર્તનના સંકેતો દર્શાવે છે. 

જો આપણે મંગળ પર પાણી હોવાની શક્યતાને નકારી કાઢીએ તો એક માત્ર અવશેષ કાર્બન ડાયોક્સાઈડ છે. પરંતુ માત્ર કાર્બન ડાયોક્સાઈડ જ ગલીઓના સમગ્ર ક્લસ્ટરની રચનાને સ્વીકારવા માટે પૂરતું નથી. આમ આ ગલીઓની રચનામાં પાણીની અગાઉની અસરને ધ્યાનમાં લેવી જ પડે તેમ છે. જોકે તેમાં વર્તમાન સમયમાં થયેલા ફેરફારો કાર્બન ડાયોક્સાઈડને આભારી હોવાનું નકારી ન શકાય.મંગળ, Mars, ગલી, Gully, મંગળ પર પાણી, Water on Mars, મંગળ પર કાર્બન ડાયોક્સાઈડ, Carbon Dioxide on Mars, મંગળ પર ગલીની રચના, Gully on Mars