રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદનું આગમન થશે: હવામાન વિભાગ

ગુજરાતમાં ગુરુવારે દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે હળવા વરસાદ બાદ નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને વલસાડ જિલ્લા તરફ વલસાડ આગળ વધશે. આમ ક્રમશ: સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.  બુધવારે રાજ્યમાં સામાન્ય તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહ્યું હતું અને વધુમાં વધુ તાપમાન 38.8 […]

Share:

ગુજરાતમાં ગુરુવારે દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ગાજવીજ સાથે હળવા વરસાદ બાદ નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને વલસાડ જિલ્લા તરફ વલસાડ આગળ વધશે. આમ ક્રમશ: સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.  બુધવારે રાજ્યમાં સામાન્ય તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહ્યું હતું અને વધુમાં વધુ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ વલ્લભવિદ્યાનગરમાં અને ત્યારબાદ ભાવનગરમાં 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આ સપ્તાહ દરમિયાન વરસાદનું આગમન થશે તેમ જણાવ્યું છે. દરમિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 37.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 36.3 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને કેશોદમાં 34.6 ડિગ્રી સેલ્સિયસ, નલિયા અને ઓખામાં 32.6 ડિગ્રી સેલ્સિયસ અને દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આમ, ગરમીનું જોર ઓછું પડ્યું છે અને આગામી સપ્તાહમાં વરસાદનું આગમન થશે. 

કેરળમાં 8 જૂનથી ચોમાસું બેસી ગયું છે. અને દક્ષિણી રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આમ છતાં, હજુ જ્યારે મુંબઇમાં સામાન્યરીતે આ સમયે વરસાદ આવી જતો હોય છે તે હજુ સુધી આવ્યો નથી. 

આ જ ભેજયુક્ત વાતાવરણને કારણે રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જેમાં ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસશે. ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યો ચોમાસાના વિધિવત આગમનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીએ લોકોમાં આશાનો સંચાર કર્યો છે. અને તેઓ ગરમીથી જલ્દીથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. 

હવામાન વિભાગના નિષ્ણાતો પ્રમાણે હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 25 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં બિપારજોય વાવાઝોડું આવ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે, તેણે રાજ્યમાંથી વિદાય લીધા પછી પણ તેની અસર જોવાઈ રહી છે. એવામાં લોકો ગરમીથી છુટકારો મળે અને વરસાદ આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.