દરિયાઈ માછલી ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને, કુલ મત્સ્ય ઉત્પાદનમાં પાંચમા ક્રમે

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે માછલીના કુલ ઉત્પાદનમાં એટલે કે, તમામ પ્રકારે મેળવાતા માછલીનાં ઉત્પાદનમાં દેશમાં પાંચમાં ક્રમે પહોંચ્યું છે.  દર વર્ષે 10 જુલાઈના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાજ્યો દ્વારા રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં આ વર્ષે 10 જુલાઈએ વેરાવળ અને 11 જુલાઈએ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને […]

Share:

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે માછલીના કુલ ઉત્પાદનમાં એટલે કે, તમામ પ્રકારે મેળવાતા માછલીનાં ઉત્પાદનમાં દેશમાં પાંચમાં ક્રમે પહોંચ્યું છે. 

દર વર્ષે 10 જુલાઈના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાજ્યો દ્વારા રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં આ વર્ષે 10 જુલાઈએ વેરાવળ અને 11 જુલાઈએ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને ઓખામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં,  રાજ્ય સરકાર મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સરકારની વિવિધ યોજના અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નવી ટેકનોલોજીની માહિતી આપશે. 

રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસના થોડા સમય પહેલા બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે અને કુલ માછલી ઉત્પાદનમાં દેશમાં પાંચમા ક્રમે છે. છેલ્લા 4 વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતમાં  સરેરાશ 8.5 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ માછલીનું ઉત્પાદન થયું છે.

ચાલુ વર્ષે પ્રોવિઝનલ દરિયાઈ માછલીનું ઉત્પાદન 6,97,151 મેટ્રિક ટન થવાની શક્યતા છે જ્યારે આંતરદેશીય માછલીનું ઉત્પાદન 2,07,078 મેટ્રિક ટન થવાની શક્યતા છે. આમ, 2022-23માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન આશરે 9,04,229 મેટ્રિક ટન રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો ધરાવે છે, જેનો સીધો ફાયદો અહીના માછીમારો અને મત્સ્ય ઉદ્યોગને થાય છે. માછીમારોની આવક 2018ની સરખામણીમાં દોઢ ગણી વધી છે

ગુજરાત સરકારની સકારાત્મક અને પ્રોત્સાહક નીતિઓનો કારણે માછીમારોની  આવકમાં વધારો થયો છે. 

2018 માં, માછીમારોની જે કુટુંબ દીઠ આવક વર્ષે રૂ. 6.56 લાખ હતી તે વધીને હાલમાં કુટુંબ દીઠ વાર્ષિક  આવક  રૂ. 10.89 લાખ થઈ છે.  તેમની આવકમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. 2019 માં તેમણે આવક કુટુંબ દીઠ વાર્ષિક રૂ. 6.8 લાખ, 2020 માં કુટુંબ દીઠ વાર્ષિક આવક રૂ. 7.39 લાખ અને 2021માં કુટુંબ દીઠ વાર્ષિક આવક રૂ. 10.89 લાખ થઈ હતી. 

ભારત સરકારે પ્રધાનમંત્રી સંપદા યોજના હેઠળ રાજ્યમાં વિવિધ મત્સ્ય યોજનાઓને આગલ ધપાવવા માટે 2022- 23 માં રૂ. 286.53 કરોડ મંજૂર કર્યા છે. ભારતમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2020 માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ 2024-25 સુધીમાં માછલીનું ઉત્પાદન વધારીને 70 લાખ ટન સુધી લઈ જવાનું હતું. તેમજ આ ક્ષેત્રે આવક રૂ. 1,00,000 કરોડ સુધી વધારવાનું છે. હાલમાં ભારતમાં માછલી ઉત્પાદન 16,248.27 હજાર મેટ્રિક ટન છે એન નિકાસ રૂ. 13,69,264 મેટ્રિક ટન છે. માછલીની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 16.9 ટકા એટલે કે 2,32,619 મેટ્રિક ટન છે.