વિશ્વ વસ્તી દિવસ: વિશ્વની વસ્તી 8 અબજે પહોંચી ગઈ

વધતી જતી વસ્તીને કારણે ઉભા થઈ રહેલા પડકારોને પહોંચી વળવા અને જાગૃતિ લાવવા માટે દર વર્ષે 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.  11 જુલાઇ 1987 એ વિશ્વની વસ્તી 5 અબજ  પહોંચી ત્યારે તેના અંગે જાગૃતિ લાવવા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે દર વર્ષે 11 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વસ્તી દિવસ’ ઉજવવાની શરુઆત કરી […]

Share:

વધતી જતી વસ્તીને કારણે ઉભા થઈ રહેલા પડકારોને પહોંચી વળવા અને જાગૃતિ લાવવા માટે દર વર્ષે 11 જુલાઇના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.  11 જુલાઇ 1987 એ વિશ્વની વસ્તી 5 અબજ  પહોંચી ત્યારે તેના અંગે જાગૃતિ લાવવા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે દર વર્ષે 11 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વસ્તી દિવસ’ ઉજવવાની શરુઆત કરી હતી.  આ વર્ષે 2023 માં વિશ્વની વસ્તી જ્યારે 8 અબજ થઈ હોવાના સમાચાર છે ત્યારે આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની થીમ `એવી દુનિયાની કલ્પના કરો જ્યાં તમામ 8 અબજ લોકોનું ભવિષ્ય વચન અને સંભાવનાઓથી ભરેલું હોય’. 

યુનાઈટેડ નેશન્સ પ્રમાણે 20મી સદીની મધ્યમાં જે વિશ્વની વસ્તી હતી તેના કરતાં હાલમાં ત્રણ ગણી વધુ વસ્તી છે. નવેમ્બર 2022 ની મધ્યમાં વિશ્વની વસ્તી 8 અબજને પાર થઈ ગઈ છે. જે 1950 માં અંદાજિત 2.5 અબજ હતી. જેમાં 2010થી 1 અબજ  લોકોનો અને 1998થી અત્યારસુધીમાં 2 અબજ  લોકો ઉમેરાયા છે. આગામી 30 વર્ષમાં આ વસ્તીમાં વધુ 2 અબજ લોકો ઉમેરવાની શક્યતા છે. આમ, 2050 માં વસ્તી 8 અબજ  વધીને 9.7 અબજ થવાની અને 2080 ની મધ્યમાં તે 10.4 અબજનો આંકડો પાર કરે તેવી ધારણા છે. 

વિશ્વની વસ્તીમાં 12 વર્ષમાં 7 અબજથી વધીને 8 અબજ પહોંચી છે ત્યારે તે 15 વર્ષમાં અંદાજે 2037માં 9 અબજને પહોંચવાની ધારણા છે જે દર્શાવે છે કે, વિશ્વમાં વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે, તેમ યુનાઈટેડ નેશન્સે જણાવ્યું છે. 

ચીન 1.4 અબજ અને ભારત 1.4 અબજ સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે. બંને દેશો એક અબજથી વધી વસ્તી સાથે દરેક વિશ્વની કુલ વસ્તીના 18 ટકા વસ્તી ધરાવે છે. 2023માં અનુમાન છે કે, ચીનથી પણ વધીને ભારત વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનશે જ્યારે ચીનની વસ્તીમાં 2019 અને 2050 દરમ્યાન  2.7 ટકા એટલેકે, 48 મિલિયન ઘટાડો થવાની શક્યતા છે. 

વિશ્વની વસ્તી 2030માં 8.5 અબજ પહોંચવાની અને 2050માં વધીને 9.7 અબજ થવાની અને 2100ની સાલમાં તે 10.4 અબજ થવાની શક્યતા છે. 2050 સુધીમાં 61 દેશોની વસ્તીમાં ઘટાડો થવાની શક્યતા છે. જેમાંથી 26 દેશોમાં તે ઘટાડો ઓછામાં ઓછો 10 ટકા હશે. વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સના આંકડા પ્રમાણે ગ્લોબલ ફર્ટિલિટી રેટ  વર્ષ 2021માં 2.3 બાળકનો હતો જે વર્ષ 2050માં ઘટીને 2.1નો થઈ શકે છે.