Hardik Patel: ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સામેનું ધરપકડ વોરંટ રદ કર્યું

Hardik Patel: રાજદ્રોહના કેસમાં સુનાવણીમાં હાજર ન રહેવા બદલ ટ્રાયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) વિરુદ્ધ ધરપકડ વોરંટ (Arrest Warrant)જારી કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો.  હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર તરીકેની કારકિર્દી દરમિયાન 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન મામલે […]

Share:

Hardik Patel: રાજદ્રોહના કેસમાં સુનાવણીમાં હાજર ન રહેવા બદલ ટ્રાયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) વિરુદ્ધ ધરપકડ વોરંટ (Arrest Warrant)જારી કર્યાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. 

હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર તરીકેની કારકિર્દી દરમિયાન 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહને લગતા કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજરીના પગલે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. 

વધુ વાંચો: ગૂગલે ગ્લોબલ ફિનટેક સેન્ટર માટે ગુજરાતમાં લીઝ પર ફ્લોર રાખ્યો

Hardik Patelના વકીલની દલીલ

કોર્ટમાં દલીલો દરમિયાન હાર્દિક પટેલના વકીલ હાર્દિક લોખંડવાલાએ સુપ્રીમ કોર્ટના નિર્દેશને ટાંક્યો હતો જેમાં તમામ રાજદ્રોહની ટ્રાયલ રોકી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો કારણ કે SC દ્વારા આઈપીસીની કલમ 124Aની માન્યતા પર સુનાવણી ચાલી રહી છે. 

આ નિર્દેશના આધાર પર હાઈકોર્ટે નક્કી કર્યું હતું કે જે ટ્રાયલ પર પહેલાથી જ રોક લગાવવામાં આવી છે તેમાં ધરપકડ વોરંટ (Arrest Warrant) જાળવી રાખવાનો કોઈ હેતુ નથી. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયનો કોઈ વિરોધ નહોતો કરવામાં આવ્યો અને ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટે ધરપકડ વોરંટ રદ કર્યું હતું.

વધુ વાંચો: CM હિમંત સરમાએ શરદ પવારના પેલેસ્ટાઈનના નિવેદન પર કટાક્ષ કર્યો

આ બિનજામીન વોરંટ હાર્દિક પટેલ જયારે ગુજરાત કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ હતા તે સમયે ઈસ્યુ થયુ હતું. હાર્દિક પટેલ (Hardik Patel)ને 2015ના અનામત આંદોલન સમયના એક કેસમાં રાજદ્રોહની કલમ હેઠળ જ બે વર્ષની જેલ સજા થઈ છે જેની સામે સુપ્રીમનો ‘સ્ટે’ છે અને તેમને ચૂંટણી લડવાની પણ મંજૂરી મળતા 2022માં ભાજપમાં જોડાઈને વિરમગામની ટિકિટ મેળવીને તેઓ જીત્યા છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ કોર્ટે પણ અગાઉ બે વખત ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યા જ હતા અને જાન્યુ. 2020માં પ્રથમ વખત તેમની આ વોરંટ હેઠળ ધરપકડ થઈ હતી.

રાજદ્રોહના 2 કેસ સહિત કુલ 20 કેસ નોંધાયા

હાર્દિક પટેલે 2022માં ભાજપ તરફથી વિરમગામની ઉમેદવારી નોંધાવી ત્યારે 29 વર્ષીય હાર્દિક પટેલ સામે 20 ફોજદારી કેસ પેન્ડિંગ હતા. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેમની સામે આ કેસ દાખલ થયા હતા. આ 20 પૈકીના 9 કેસમાં તેમને બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.

હાર્દિક પટેલ સામે નોંધાયેલા 11 કેસમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે. આ કેસોમાં સુરતના સરથાણા, અમદાવાદ શહેર, સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહીસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે.

Tags :