HDFC મર્જર પછી વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકોમાં સ્થાન મેળવશે

HDFC બેંક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપનીની વિલીનીકરણની કામગીરી પૂરી થઈ છે તેને કારણે તે $172 બિલિયનનું મૂલ્ય ધરાવતી નવી ભારતીય બેંકિંગ કંપની બની છે. સ્વદેશી ભારતીય કંપની તેના વિલીનીકરણનું પૂર્ણ કર્યા પછી વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકોમાં સ્થાન મેળવશે, જે જાણીતી અને અગ્રણી બેંક બનતા અત્યારસુધી ટોચના સ્થાન ધરાવતી અમેરિકા અને ચીનના પણ ધિરાણકર્તાઓ માટે […]

Share:

HDFC બેંક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપનીની વિલીનીકરણની કામગીરી પૂરી થઈ છે તેને કારણે તે $172 બિલિયનનું મૂલ્ય ધરાવતી નવી ભારતીય બેંકિંગ કંપની બની છે. સ્વદેશી ભારતીય કંપની તેના વિલીનીકરણનું પૂર્ણ કર્યા પછી વિશ્વની સૌથી મૂલ્યવાન બેંકોમાં સ્થાન મેળવશે, જે જાણીતી અને અગ્રણી બેંક બનતા અત્યારસુધી ટોચના સ્થાન ધરાવતી અમેરિકા અને ચીનના પણ ધિરાણકર્તાઓ માટે પડકાર આપવા સક્ષમ બનશે.  

બ્લૂમબર્ગ દ્વારા એકત્રિત કરાયેલા આંકડા અનુસાર, HDFC બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પ સાથે જોડાણ કરીને ઈક્વિટી માર્કેટ કેપિટલાઈઝેશનમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. 

જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી તે ચોથા ક્રમે આવે છે અને અમેરિકા અને ચીનની બેંક સામે એક નવો હરીફ બજારમાં આવશે. 

આ બેંકનું જોડાણ 1 જુલાઈથી અમલી બનશે અને તેના થકી 120 મિલિયન ગ્રાહક ધરાવતી નવી HDFC બેંક અસ્તિત્વમાં આવશે. તેના ગ્રાહકોની સખ્યા જર્મનીની વસ્તી કરતાં પણ વધુ છે. બેંકના આ જોડાણને કારણે શાખા 8300નાં આંકડાને વટાવી જશે અને કર્મચારીઓની સંખ્યા પણ 1,77,000ને સ્પર્શી જશે. 

HDFC માર્કેટ કેપિટલાઈઝેશનમાં HSBC હોલ્ડિંગ્સ Plc અને સિટીગ્રુપ ઈન્ક સહિતની બેંકો કરતાં આગળ વધી રહી છે. બેંક તેની ભારતીય સાથીદારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ICICI બેંકને પણ પાછળ છોડી દેશે, હાલમાં એસબીઆઈ અને ICICIની માર્કેટ કેપ અનુક્રમે 62 બિલિયન અને 79 બિલિયન ડૉલરની આસપાસ છે.

મેક્વેરી ગ્રુપ લિના બ્રોકરેજ યુનિટમાં ભારતના નાણાકીય સેવાઓ સંશોધનના વડા સુરેશ ગણપતિએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં બહુ ઓછી બેંકો છે, જે આટલું કદ ધરાવે છે”. બેન્ક હજુ પણ આગામી ચાર વર્ષના સમયગાળામાં શાખાઓ બમણી કરવાની ઈચ્છા ધરાવે છે. બેંક 18% થી 20% ના દરે વૃદ્ધિની અપેક્ષા રાખે છે, તેઓ આગામી ચાર વર્ષમાં તેમની શાખાઓ બમણી કરવાની યોજના ધરાવે છે, તેમજ તેની  આવકમાં પણ વધારો થવાની ધારણા છે. 

બેન્કે ડિપોઝિટ મામલે પણ અન્ય બેન્કોને પાછળ રાખી દીધી છે અને આ મર્જર બેંકને તેના ડિપોઝિટના બેઝને વધારવાની તક આપશે તેમ બેંકનાં રિટેલ હેડ અરવિંદ કપિલે જણાવ્યું હતું.