કોરોના બાદ નાણાકીય વર્ષ 2022માં આરોગ્ય વીમાના દાવામાં  81% નો વધારો થયો

સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળા દરમિયાન આરોગ્ય સંભાળનું મહત્વ વધ્યું છે. આ માટે સ્વાસ્થ્ય અંગે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આરોગ્ય વીમો હોવો કેટલો મહત્વ છે. તેમાં વિશે લોકો ખુબ જ સજાગ બન્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લાવ્યા પછી પણ સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાત ઓછી થઈ નથી, કારણ કે આજના યુગમાં જીવનશૈલી સંબંધિત રોગો ખૂબ જ ઝડપથી વધી […]

Share:

સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળા દરમિયાન આરોગ્ય સંભાળનું મહત્વ વધ્યું છે. આ માટે સ્વાસ્થ્ય અંગે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આરોગ્ય વીમો હોવો કેટલો મહત્વ છે. તેમાં વિશે લોકો ખુબ જ સજાગ બન્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લાવ્યા પછી પણ સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાત ઓછી થઈ નથી, કારણ કે આજના યુગમાં જીવનશૈલી સંબંધિત રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ માટે લોકો હેલ્થ ઇન્સયોરન્સ તરફ આગળ વધ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ વધારો નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. કોવિડ-19 ની વધેલી ગંભીરતા સાથે, બીજી વેવ દરમિયાન અને કોવિડ પછીની બીમારીઓ  સાથે સંકળાયેલા વધુ કેસો સામે આવી રહ્યા છે. 2021 ની સરખામણીએ નાણાકીય વર્ષ 2022 માં આરોગ્ય વીમા દાવામાં  81% નો વધારો થયો છે. આમાં ગ્રુપ બિઝનેસ ઇન્સ્યોરન્સ પોલિસી અને વ્યક્તિગત પોલિસીનો સમાવેશ થાય છે. વીમા ઉદ્યોગના સૂત્રો અનુસાર કોવિડ-૧૯ની બીજી વેવ પછી તે બમણું થઇ ગયું છે. વીમા વિતરણ કંપનીના વરિષ્ઠ મેનેજરે એક મીડિયાને જણાવ્યું હતું કે, કોવિડ-19 ની બીજી વેવ નાણાકીય વર્ષ 2022માં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધુ હતી અને પ્રવેશનો સમયગાળો લાંબો હતો, પરિણામે વીમાના દાવામાં સંખ્યા વધી હતી. આ વર્ષ દરમિયાન વીમા પેટે ચૂકવેલી રકમ 68.4% વધી છે, જે રૂ. ૩૩૧૫  કરોડથી રૂ. 5,584 કરોડ પહોંચી છે. વીમા ઉદ્યોગ સાથે સંળાયેલા લોકો અનુસાર જણાવ્યું હતું કે કોવિડ પછીની બીમારીઓ પણ ઘણા દાવાઓ માટે જવાબદાર છે. કોવિડને કારણે રિકવરી પછી પણ આરોગ્યને લગતી ઘણી બીમારીઓ ઊભી થઈ હતી, જેના માટે ઘણા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને દાવાઓ ચૂકવવા પડ્યા હતા. વીમા ઉદ્યોગના ખેલાડીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય વીમા પોલિસીધારકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓટોરીટી ઓફ ઇન્ડિયા, (IRDAI) અનુસાર, વર્ષ દરમિયાન આવરી લેવામાં આવેલા લોકોની સંખ્યા 3.2 કરોડથી વધીને 4.5 કરોડ થઈ છે.

6 મહિના બાદ ફરીથી કોરોનાના નવા દર્દીઓ વધતા સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ સ્થિતિમાં મનમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે, શું ફરીથી કોરોનાની નવી વેવનો સામનો કરવાનો વારો આવશે કે કેમ? જેને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના ઉછાળાને લઈને સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં.