Navratri 2023: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેક મામલે આરોગ્ય મંત્રીએ ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટ સાથે બેઠક યોજી

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ‘ગરબા’ કરતી વખતે હૃદય સંબધિત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, એક  મહિલાઅને ધોરણ 12ના વિદ્યાર્થી સહિત ઓછામાં ઓછા છ લોકોના હાર્ટ એટેક (heart attack)થી મૃત્યુ થયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાર્ટ એટેકના કેસો વચ્ચે ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને ડોકટરો સાથે બેઠક યોજી હતી.  […]

Share:

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ‘ગરબા’ કરતી વખતે હૃદય સંબધિત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, એક  મહિલાઅને ધોરણ 12ના વિદ્યાર્થી સહિત ઓછામાં ઓછા છ લોકોના હાર્ટ એટેક (heart attack)થી મૃત્યુ થયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાર્ટ એટેકના કેસો વચ્ચે ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને ડોકટરો સાથે બેઠક યોજી હતી. 

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોમવારે યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ટોચના હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને ડોકટરો સાથે બેઠક યોજી હતી અને તેમને સંબંધિત ડેટા એકત્રિત કરવા અને આ મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે સંશોધન કરવા નિર્દેશ આપ્યો હતો. 

વધુ વાંચો: ગરબા રમતી વખતે વધતા હાર્ટ એટેકના કેસોનું વિશ્લેષણ જરૂરી- આનંદીબહેન પટેલ

Navratri 2023માં યુવાનોના હાર્ટ એટેકથી થયાં મોત

નવરાત્રીમાં (Navratri 2023) ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા છ વ્યક્તિઓમાં ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ધોરણ 12ના વિદ્યાર્થી વીર શાહનો સમાવેશ થાય છે. તેના પરિવારના જણાવ્યા મુજબ, વીર શુક્રવારની રાત્રે એક સામાન્ય મેદાનમાં ગરબા રમતા હાર્ટ એટેક (heart attack)ને કારણે બેભાન થઈ ગયો હતો.

‘108’ એમ્બ્યુલન્સ સેવાના રેકોર્ડ મુજબ, 28 વર્ષીય રવિ પંચાલ શનિવારે વહેલી સવારે અમદાવાદની હદમાં હાથીજણ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં નવરાત્રીમાં (Navratri 2023) ગરબાની ધૂન પર નાચતો હતો ત્યારે હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હતું. ગરબા સાથે જોડાયેલા આ તમામ મૃત્યુ ઉપરાંત, છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બે મહિલાઓ સહિત 22 જેટલા લોકો હાર્ટ એટેક (heart attack)ના કારણે મૃત્યુ પામ્યા છે. 

108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે 521 કોલ અને શ્વાસની તકલીફ માટે વધારાના 609 કોલ્સ આવ્યા હતા. આ કોલ્સ સાંજે 6 થી 2 વાગ્યાની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય રીતે નવરાત્રીમાં (Navratri 2023) ગરબાની ઉજવણી થતી હતી. જોકે સત્તાધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે આ સામાન્ય દિવસો દરમિયાન પ્રાપ્ત થયેલા 88 કોલ્સ કરતા ઓછા છે.

વધુ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી 10 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રવિવારે હાર્ટ એટેક (heart attack)ના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્યમાં આવા કેસોની વધતી સંખ્યા પાછળના કારણો શોધવા માટે આરોગ્ય મંત્રીને અભ્યાસ હાથ ધરવા વિનંતી કરી હતી.

ગુજરાતના પાટણ જિલ્લાના સાંડેર ગામમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આનંદીબહેન પટેલે કહ્યું, “નવરાત્રી (Navratri 2023) દરમિયાન ગરબા રમતી વખતે ઘણા યુવાનો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા. આપણે કારણો શોધવા માટે આવા મૃત્યુનું વિશ્લેષણ કરવું જોઈએ. ઋષિકેશભાઈને વિનંતી કરું છું કે છેલ્લા એક વર્ષમાં કેટલા લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે તેનો અભ્યાસ કરો.”