Hike in Spice prices due to unseasonal rains

રાજ્યમાં આવેલા કમોસમી વરસાદના બે રાઉન્ડને કારણે આ વર્ષે વિવિધ મસાલાના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે. તાજેતરમાં રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને ગરમીમાં ભલે થોડી રાહત જણાતી હોય પરંતુ તેનાં કારણે ઊભા પાકને માંથી અસર થતા મસાલા બજારમાં પ્રવર્તતા ભાવોમાં ઉછાળો આવ્યો છે.  ગુજરાત જીરું, ધાણા, વરિયાળી, મેથી, અને એરંડા જેવા મસાલા અને રોકડીયા પાકના […]

Share:

રાજ્યમાં આવેલા કમોસમી વરસાદના બે રાઉન્ડને કારણે આ વર્ષે વિવિધ મસાલાના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા છે. તાજેતરમાં રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને ગરમીમાં ભલે થોડી રાહત જણાતી હોય પરંતુ તેનાં કારણે ઊભા પાકને માંથી અસર થતા મસાલા બજારમાં પ્રવર્તતા ભાવોમાં ઉછાળો આવ્યો છે. 

ગુજરાત જીરું, ધાણા, વરિયાળી, મેથી, અને એરંડા જેવા મસાલા અને રોકડીયા પાકના ઉત્પાદન અને નિકાસનું મુખ્ય કેન્દ્ર છે. 

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે આ રોકડીયા પાકની માંગ અને પૂરવ્યથાનું સમીકરણ ખોરવાયું છે, તેને કારણે આ મસાલાઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જીરુમાં હાલમાં ગયા વર્ષની સરખામણીએ ઉપજ વધુ છે પરંતુ વરસાદને કારણે તેમાં 20%થી વધુનો ઘટાડો થવાની શક્યતા છે. અન્ય પાક જેવાકે ઈસબગુલ, વરિયાળી અને મેથીના ભાવમાં પણ 15 ટકા વધારો થવાની શક્યતા છે. આ સાથે જ આ કમોસમી વરસાદને કારણે ગુણવત્તાને પણ અસર થશે. 

વિશ્વભરમાં ગુજરાત અને રાજસ્થાન જીરુણા મુખ્ય સપ્લાયર છે. રાજસ્થાનમાં 70 ટકા અને ગુજરાતનાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં 30 ટકા પાકની લણણી બાકી છે. આ બંને જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાક નાશ થવાનો અને ઊતરતી ગુણવત્તા મળવાની શક્યતા છે. 

એફઆઈએસએસ પ્રમાણે 85 લાખ જીરાની બેગ સામે 65 લાખ જ બેગ ઉત્પાદન મળવાની ધારણા છે. એક બેગમાં 55 કિલો જીરું હોય છે. આ કારણે માંગ અને પુરવઠામાં અંતર સર્જાશે. હાલમાં જ જીરાના ભાવમાં વધારો થઈ ગયો છે. ગયા મહિને NCDEX ખાતે જીરુંનાં ભાવ જે 300 ચાલી રહ્યા હતા તે હાલમાં રૂ. 330 થયા છે જે 10 ટકાનો વધારો સૂચવે છે. 

અન્ય મસાલાનાં ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. જેમાં વરિયાળી, મેથી અને ઇસબગુલનો સમાવેશ થાય છે. ઇસબગુલના 70 % પાકને હજુ પણ લણવાનો બાકી છે, વરસાદને કારણે તેની ગુણવત્તાને પણ અસર થશે, તેમ ઊંઝા એપીએમસીના અધ્યક્ષ દિનેશ પટેલે જણાવ્યું છે. એકવાર પાક લેવાઈ જાય એટલે સાચી પરિસ્થિતિની ખબર પડે તેમ તેમણે ઉમેર્યું હતું. 

જીસીસીઆઈની એગ્રીકલ્ચર કમિટીના અધ્યક્ષ આશિષ ગુરુએ જણાવ્યું કે, ઉટટાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાંને કારણે પાકને અસર થઈ છે. અને આગામી વર્ષમાં વધુ ઉત્પાદન મળે તે માટે પગલાં લેવા જરૂરી છે. 

વધુમાં, ગુજરાત વરિયાળીનું મુખ્ય ઉત્પાદક છે અને મેથીની પણ કુલ ઉત્પાદનના લગભગ 25 ટકા નિકાસ થતી હોય છે નિકાસની માંગમાં પણ વધારો થવાની ધારણાથી ભાવમાં વધુ દબાણ આવવાની શક્યતા છે. યુરોપ, મિડલ ઈસ્ટ અને અમેરિકા ઉપરાંત આ વર્ષે ચીનની પણ માંગ આવવાની શક્યતા છે  આ સાથે જ ભારતમાં ઉત્પાદિત 80 ટકા નિકાસ ગુજરાત અને રાજસ્થાનથી થતી હોય છે. ત્યારે માંગ વધતાં ભાવમાં ઉછાળાની શક્યતા છે.