કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- મણિપુર મામલે સરકાર વાત કરવા તૈયાર

ત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે મણિપુર હિંસા મામલે હું સદનમાં વાત કરવા તૈયાર છું મારી એક જ વિનંતી છે કે વિપક્ષ મને ચર્ચા કરવા દે. દેશના સંવેદનશીલ મુદ્દા પર વાસ્તવિકતા સામે આવે તે જરૂરી છે. ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગત ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા મામલે દુખ વ્યક્ત કર્યું […]

Share:

ત કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે મણિપુર હિંસા મામલે હું સદનમાં વાત કરવા તૈયાર છું મારી એક જ વિનંતી છે કે વિપક્ષ મને ચર્ચા કરવા દે. દેશના સંવેદનશીલ મુદ્દા પર વાસ્તવિકતા સામે આવે તે જરૂરી છે.

ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગત ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર હિંસા મામલે દુખ વ્યક્ત કર્યું હતું. મહિલાઓને નગ્ન અવસ્થામાં ફેરવવાની ઘટનાને તેમણે વખોડી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મણિપુરની ઘટના કોઈ પણ સભ્યતા માટે એક શર્મનાક ઘટના છે. આજે દેશ શરમ અનુભવે છે. હું તમામ મુખ્યમંત્રીઓને અપીલ કરું છું કે કાયદાને મજબૂત બનાવી  આવા ગુનાઓ સામે કાર્યવાહી કરે. ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના. ઘટના રાજસ્થાન, છત્તીસગઢ કે મણિપુરની હોઈ શકે પરંતુ ગુનેગાર ક્યાંય પણ મુક્તપણે ફરવો જોઈએ નહીં.’ જોકે વિપક્ષની માગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સસંદમાં આ મામલા અંગે ચર્ચા કરે. તેના જવાબમાં કેન્દ્ર સરકાર પણ ચર્ચા અંગે સંમત થઈ. 

મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારની ઘટના 3મેની છે. જોકે સોશિયલ મીડિયામાં તે ગત અઠવાડિયે સામે આવી હતી. ત્યારબાદ આરોપીઓ સામે પગલાં લેવાયા હતા. 

સંસદમાં ચાલી રહેલા ચોમાસાં સત્રમાં વિપક્ષની એકતાનું પ્રદર્શન કરવા માટે INDIA અર્થાત ઈન્ડિયન નેશનલ ડેવલમેન્ટ ઈન્ક્લુઝિવ અલાયન્સ નામનું સંગઠન બનાવાયું છે. આ સંગઠનના નેતાઓ હાથમાં બેનર લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને સભામાં પોતાનું નિવેદન આપે તેવી માગ કરી હતી. 

મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા આઘાતજનક વર્તનને લઈને સમગ્ર દેશમાં રોષ છે. વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ ઘટનાના મુખ્ય આરોપી, હુઈરેમ હેરોદાસ મેઇતેઈના ઘરને ગુરુવારે તેના ગામની મહિલાઓએ આગ લગાવી દીધી હતી.

મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવતી દર્શાવતા એક વીડિયોને લઈને દેશ ગુસ્સામાં છે, ત્યારે વિઝ્યુઅલમાં લોકોના એક જૂથને દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગની સ્ત્રીઓ હતી, જે દોષીના ઘરને આગ લગાવી રહી હતી.

મણિપુરમાં 3 મેના રોજ વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી 150 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે, જ્યારે મેઈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.