હોન્ડાની ઇલેક્ટ્રિક વાહનોમાં એન્ટ્રી, કંપની 2 ઈ-સ્કૂટર લોન્ચ કરશે

હોન્ડા 2024ના અંત સુધીમાં ભારતમાં બે અલગ-અલગ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરશે. કંપનીએ એક જાહેરાત કહ્યું કે, અમે આગામી દિવસોમાં ફિક્સ્ડ બેટરી અને બદલી શકાય એવી બેટરી સાથેનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. કંપનીના નાણાકીય વર્ષ એપ્રિલ 2023-માર્ચ 2024 સુધીમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. જે કંપનીનું પ્રથમ ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન હશે. શું હોન્ડા એક્ટિવા […]

Share:

હોન્ડા 2024ના અંત સુધીમાં ભારતમાં બે અલગ-અલગ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરશે. કંપનીએ એક જાહેરાત કહ્યું કે, અમે આગામી દિવસોમાં ફિક્સ્ડ બેટરી અને બદલી શકાય એવી બેટરી સાથેનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. કંપનીના નાણાકીય વર્ષ એપ્રિલ 2023-માર્ચ 2024 સુધીમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. જે કંપનીનું પ્રથમ ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન હશે.

શું હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક લોન્ચ થશે?

દેશમાં બીજી સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હોન્ડા ટૂંક સમયમાં ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરશે. કહેવાઇ રહ્યું છે કે, હોન્ડાના ઈલેક્ટ્રિક વાહનો સંપૂર્ણપણે નવા ઉત્પાદનો હશે. જેમાં કંપનીએ પોતાનું કોડનેમ પ્લેટફોર્મ ‘E’ રાખ્યું છે. જેથી શક્યતા છે કે, કંપની પોતાના પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું નામ હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક રાખી શકે છે.

બદલી શકાય એવી બેટરીવાળુ સ્કૂટર આવશે

હોન્ડા બંને ઇલેક્ટ્રિક સ્કૂટરને નવા પ્લેટફોર્મ ઉપર ડિઝાઇન કરશે. આ નવું પ્લેટફોર્મ વિવિધ બેટરી આર્કિટેક્ચર્સ અને સેટઅપ્સ સાથે વિવિધ મોડલ્સને તૈયાર કરશે. હોન્ડાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર નિશ્ચિત બેટરી સાથે મિડ-રેન્જ ઇલેક્ટ્રિક સ્કૂટર હોઈ શકે છે. જોકે, ભારતમાં લોન્ચ થનારું બીજું ઇલેક્ટ્રિક સ્કૂટર બદલી શકાય એવી બેટરી ટેક્નોલોજી સાથે આવશે. કહેવામાં આવી કહ્યું છે કે, હોન્ડા કંપની ભારતમાં પોતાના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે બેટરી ચાર્જ કરવા અને સ્વેપ એટલે બેટરી અદલા-બદલી કરવા માટે એક આખુ નવું નેટવર્ક ઉભુ કરશે. જેથી ભારતમાં સ્વેપ બેટરીની નવી સિસ્ટમ સેટ શશે.

ભારતમાં હોન્ડા 6,000થી વધુ બેટરી-સ્વેપિંગ સ્ટેશન સ્થાપશે

કંપનીનું કહેવું છે કે, હોન્ડા ભારતમાં ઈ-વ્હીકલની બેટરી ચાર્જ કરવા અને બેટરી સ્વેપ કરવા માટે એક નવું નેટવર્ક ઉભુ કરશે. આ માટે કંપનીએ દેશભરમાં 6,000થી વધુ ટચપોઇન્ટ્સ પર બેટરી-સ્વેપિંગ સ્ટેશનો સ્થાપવાની યોજના બનાવી છે. જોકે, કંપની કેટલાક સ્ટેશનોને વર્કશોપ ‘E’ માં રૂપાંતરિત કરશે. જ્યાં ગ્રાહકો ફિક્સ બેટરી સાથે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પણ ચાર્જ કરી શકશે. કંપની પોતાના ઇલેક્ટ્રિક ઉત્પાદનોની માંગને પહોંચી વળવા કર્ણાટકમાં નરસાપુરા પ્લાન્ટમાં એક અલગ ફેક્ટરી ‘E’ સ્થાપી રહી છે. અહીં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનું જ ઉત્પાદન થશે. કંપનીએ વધુમાં કહ્યું કે, અમે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ઇલેક્ટ્રિક વાહનમાં ઉપયોગમાં લેવાતી બેટરી અને પાવર કંટ્રોલ યુનિટ ખરીદીશું.


હોન્ડાએ તાજેતરમાં એક પેટન્ટ પણ નોંધાવી છે, જે આ આગામી ઈ-સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકો માટે હોઈ શકે છે.  જોકે, હોન્ડાએ નવા  ઇ-સ્કૂટરની કિંમત વિશે અત્યારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે હોન્ડાનું ઇ-સ્કૂટર વધુ સસ્તું અને સારી ડ્રાઇવિંગ રેન્જ સાથે માર્કેટમાં આવશે. જેમાં એડવાન્સ મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.