ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રામીણ ભારતમાં નાના વેપારીઓ માટે કેવી રીતે મદદરૂપ થાય છે

ભારતના ગામડાઓમાં નાના વેપારીઓને કેવી રીતે ડિજિટલ નાણાકીય સિસ્ટમમાં સાંકળી લેવા તે ભારતના પોલિસી બનાવનારાઓ માટે મોટા પડકાર સમાન છે. ભારતના ગ્રામીણ વિસ્તારના  નાના વેપારીઓ તેમની બચત અને અન્ય બેંકને લગતી કામગીરી માટે સુરક્ષિત બેન્કિંગ સેવા મેળવી શકતા નથી. આ માટે તેઓને સમય વેડફીને અને નાણાં ખર્ચીને દૂર આવેલી બેંકમાં જવું પડે છે.  નાણાકીય અને […]

Share:

ભારતના ગામડાઓમાં નાના વેપારીઓને કેવી રીતે ડિજિટલ નાણાકીય સિસ્ટમમાં સાંકળી લેવા તે ભારતના પોલિસી બનાવનારાઓ માટે મોટા પડકાર સમાન છે. ભારતના ગ્રામીણ વિસ્તારના  નાના વેપારીઓ તેમની બચત અને અન્ય બેંકને લગતી કામગીરી માટે સુરક્ષિત બેન્કિંગ સેવા મેળવી શકતા નથી. આ માટે તેઓને સમય વેડફીને અને નાણાં ખર્ચીને દૂર આવેલી બેંકમાં જવું પડે છે. 

નાણાકીય અને બેન્કિંગ અંગેની નીતિ બનાવનાર લોકો માટે નાના વેપારીઓને સરળતાથી નાણાકીય એક્સેસ મળી રહે તે જોવું અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં ભૌગોલિક અવરોધો, બેન્કિંગ ક્ષેત્રે માળખાકીય સુવિધાનો અભાવ તેમજ નાણાકીય બાબતોને લગતા સીમિત જ્ઞાનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનાવી પડકારજનક છે. આ વિસ્તારોમાં ફિન-ટેક કંપનીની આગેવાની હેઠળ આ દિશામાં કામગીરી થઈ શકે તેમ લાગી રહ્યું છે. 

ગ્રામીણ કક્ષાએ કામ કરતાં વેપારીઓ સરળતાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે તેમજ તે ઓછા ખર્ચે મળી રહે તે ખુબ જ મહત્વનું છે. 

આ વેપારીઓના પ્રશ્નનો ઉકેલ તેમના જ હાથમાં છે અને તે છે મોબાઈલ. ડિજિટલ ફાયનાન્સ ભારતમાં લોકપ્રિય બની રહ્યું છે અને તેનો શ્રેય જાય છે દેશમાં ફિન-ટેક ઉદ્યોગના વિકાસને. તેઓ દ્વારા ગામડાઓ સુધી ઓછી કિંમતે બેન્કની સેવાઓ, નાના વેપારીઓ માટે વધારવામાં આવેલી સુરક્ષા વગેરેને કારણે આગામી દસ વર્ષમાં અબજો ડોલરની બચત અને ધિરાણ પ્રાપ્ત થઈ શકશે.

હાલમાં કિરાણા સ્ટોર નાણાકીય સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરે છે, જે નાના એટીએમ જેવુ કામ કરશે. જ્યાં લોકો તેમના નાણા ઉપાડી શકશે અને જમા કરાવી શકશે. 

હાલમાં ભારતમાં નાના ગ્રામીણ ક્ષેત્રના  વેપારીઓ તેમની બચત અને ધિરાણ જેવી સુવિધા માટે પણ હજુ રાહ જોઈ રહ્યા છે. તેમના માટે સરળતાથી બેન્કિંગ સુવિધા મેળવવી રમતની વાત નથી. જ્યારે તે ઉપલબ્ધ હોય ત્યારે પણ ધિરાણના ઊંચા માપદંડો તેમની લોન લેવાની ક્ષમતામાં અવરોધ બને છે. આથી તેનો મતલબ એવો નીકળે છે કે, લોન ઉપલબ્ધ હોવા છતાં તેઓ તેનો પૂરી ક્ષમતાથી લાભ લઈ શકતા નથી. હાલમાં AePS અને UPI જેવા ડિજિટલ નાણાકીય વ્યહવારોનું માળખું પ્રધાનમંત્રી જનધન યોજના અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે મળીને કામ કરે છે. આ પહેલને કારણે નાના વેપારીઓ ઓછા ખર્ચે આ સુવિધા પ્રાપ્ત કરી શકે છે. વધુમાં, ખાનગી ક્ષેત્રની ફિનટેક કંપનીઓ વિભિન્ન ફિનટેક મોડેલનો ઉપયોગ કરીને નાણાકીય સેવાઓ પ્રાપ્ત કરવા માટે ડિજિટલ એક્સેસને વધુ મજબૂત બનાવે છે.