હ્યુન્ડાઈ એ લોન્ચ કરી નવી વર્ના

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ઇન્ડિયામાં તેની સેડાન હ્યુન્ડાઈ  વર્નાનું નવું વર્ઝન લોન્ચ કર્યું જેની કિંમત રૂ. 10.89 લાખ અને રૂ. 17.37 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે, જે આ સેગમેન્ટમાં સ્પર્ધામાં વધારો કરશે. હ્યુન્ડાઈ વર્ના 6ઠ્ઠી પેઢીના 1.5-લિટર ટ્રીમ્સની કિંમત રૂ. 10.89 લાખ અને રૂ. 16.19 લાખની વચ્ચે છે જ્યારે 1.5-લિટર ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ્સ, જે પાવર સાથે […]

Share:

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ઇન્ડિયામાં તેની સેડાન હ્યુન્ડાઈ  વર્નાનું નવું વર્ઝન લોન્ચ કર્યું જેની કિંમત રૂ. 10.89 લાખ અને રૂ. 17.37 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે, જે આ સેગમેન્ટમાં સ્પર્ધામાં વધારો કરશે. હ્યુન્ડાઈ વર્ના 6ઠ્ઠી પેઢીના 1.5-લિટર ટ્રીમ્સની કિંમત રૂ. 10.89 લાખ અને રૂ. 16.19 લાખની વચ્ચે છે જ્યારે 1.5-લિટર ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ્સ, જે પાવર સાથે આવે છે, તેની કિંમત રૂ. 14.83 લાખ અને રૂ. 17.37 લાખ વચ્ચે છે. 

કંપનીના જણાવ્યા મુજબ, એન્જિનના વિકલ્પો પર આધાર રાખીને, મોડેલ 18.6 થી 20.6 કિમી પ્રતિ લિટરની વચ્ચેની ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી અને સીઈઓ અનસૂ કિમે જણાવ્યું હતું કે વર્ના વૈશ્વિક સ્તરે કંપનીના સૌથી આઇકોનિક મોડલ પૈકીનું એક છે. તેમણે વધુમાં જણાવ્યું કે,  કંપનીએ સ્થાનિક બજારમાં સેડાનના 4.65 લાખ યુનિટ વેચ્યા છે અને આજ સુધીમાં મોડલના લગભગ 4.5 લાખ યુનિટની નિકાસ પણ કરી રહી છે.હ્યુન્ડાઈએ 2006માં ભારતમાં  વર્ના બ્રાન્ડને સૌપ્રથમવાર લોન્ચ કરી હતી. ઓટોમેકરે જણાવ્યું હતું કે નવી હ્યુન્ડાઈ વર્નામાં છ એરબેગ્સ, 17 લેવલ 2 – ADAS સુવિધાઓ અને 65 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સનો સમાવેશ થાય છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, “કંપની આ વર્ષે સેડાનના લગભગ 40,000 એકમોનું વેચાણ કરવાનું લક્ષ્ય છે, જે 2022થી બમણું છે. દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ ગયા વર્ષે લગભગ 19,000 વર્નાનું વેચાણ કર્યું હતું.”

હ્યુન્ડાઈએ 1.5-લિટર ડીઝલ એન્જિનને દૂર કરીને માત્ર પેટ્રોલ પાવરટ્રેન્સ સાથે નવી વર્ના લોન્ચ કરી છે. “અમે આ સેગમેન્ટમાં ડીઝલ ટ્રીમ્સની માંગમાં ઘટાડો જોયો છે. તે SUV સેગમેન્ટમાં શિફ્ટ થઈ રહ્યું છે, જ્યાં ડીઝલ મજબૂત રહે છે,” ગર્ગે જણાવ્યું હતું.