ઇન્ડિયન એક્સપ્રેસે ભારતનાં 2023નાં સૌથી શક્તિશાળી લોકોની યાદી જાહેર કરી

ઇન્ડિયન એક્સપ્રેસે ભારતનાં વર્ષ 2023નાં સૌથી શક્તિશાળી  લોકોની યાદી જાહેર કરી છે, તેમાં જે ચહેરા નવા ઉમેરાયા છે તેઓ ક્યાંતો આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવનાર છે અથવા તો તેઓ શામેલ છે જેમણે તેમના ભાગ્યમાં બદલાવ અનુભવ્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સમય માટે આ પ્રભાવશાળી સ્થાન માટે સંઘર્ષ પણ સર્જાયો પરંતુ આખરે એક બિનપારંપરિક […]

Share:

ઇન્ડિયન એક્સપ્રેસે ભારતનાં વર્ષ 2023નાં સૌથી શક્તિશાળી  લોકોની યાદી જાહેર કરી છે, તેમાં જે ચહેરા નવા ઉમેરાયા છે તેઓ ક્યાંતો આગામી ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવનાર છે અથવા તો તેઓ શામેલ છે જેમણે તેમના ભાગ્યમાં બદલાવ અનુભવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સમય માટે આ પ્રભાવશાળી સ્થાન માટે સંઘર્ષ પણ સર્જાયો પરંતુ આખરે એક બિનપારંપરિક કોંગ્રેસ અધ્યક્ષ માટે માર્ગ મોકળો કર્યા પછી રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ ખેડ્યો. પાંચ મહિનામાં 4000 કિલોમીટર ચાલીને “ભારત જોડો” ની માંગ કરી ને તેઓ પર લાગેલી ગેર જવાબદાર રાજકીય નેતાની લાગેલી ઇમેજ સામે લડ્યા. ઉત્તર  પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણીની હારથી યાત્રાનું જોર ઘટી ગયું તેમજ ગૃહમાં તેમણે ગેરલાયકાત છતાં તેમની લડી લેવાની ભૂખે તેમણે તેમના 51માં સ્થાનથી 15 સુધી લઈ જવામાં સફળતા અપાવી હતી. 

રાહુલ ગાંધી સાથે પશ્ચિમ બંગાળના મમતા બેનરજી અને બિહારના નિતિશ કુમાર જ બિન સતારુઢ સંસ્થાકીય લોકો છે જે પ્રથમ 15 માં સ્થાન ધરાવે છે.

આ બાજુ અરવિંદ કેજરીવાલનો પક્ષ પંજાબમાં જીત્યો હોવા છતાં તેઓ વિવાદથી સતત ઘેરાયેલા રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપોને લઈને તેમના પક્ષમાં નંબર 2 નું સ્થાન ધરાવતા નેતા જેલમાં હોવાથી તેઓનું સ્થાન સાત ક્રમ નીચે ગયું છે. 

ટોચની રેસમાં સંઘ પરિવાર અને સરકારમાં ક્રમની અદલાબદલી કરવાવાળા વિદેશ પ્રધાન એસ જયશંકર આરએસએસનાં વડા મોહન ભાગવત અને ભાજપના પ્રમુખ જે પી નડાથી આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચ્યા છે. 

મોદી સરકારની 2024 ની ઝુંબેશના કેન્દ્રમાં જી20 ની અને ભારતનાં  વિદેશી સંબંધો સાથે જયશંકર એક એવું ભેજું છે જે ભાજપના બિલને બરાબર બંધ બેસે છે.  

વળી, જે દેખીતી રીતે પ્રથમ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. બીજા સ્થાને અમિત શાહ, ત્રીજા સ્થાને એસ. જયશંકર, ચોથા ક્રમે જસ્ટિસ ચંદ્રચૂડ, પાંચમા ક્રમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ, છઠા ક્રમે સંઘના વડા મોહન ભાગવત, સાતમા ક્રમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડડા,  નવમા ક્રમે રિલાયન્સના વડા મુકેશ અંબાણી, દસમા ક્રમે નેશનલ સિક્યોરિટી એડ્વાઇઝર અજીત દોવલ અને ત્યારબાદના ક્રમે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે. 

ઈન્ડિયન એક્સપ્રેસ દર વર્ષે સૌથી શક્તિશાળી  લોકોની યાદી બહાર પાડે  છે અને લોકોમાં હંમેશા તે ક્યારે બહાર પડે  અને કોનો કયો ક્રમ છે તે જાણવાની ઉત્સુકતા બની રહેતી હોય છે.