જો મણિપુરમાં શાંતિ છે તો ત્યાં જ G20નો કાર્યક્રમ યોજો: અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા ગત 4 મેના રોજ પુરૂષોના ટોળાએ 2 મહિલાની ધોળા દિવસે જાહેરમાં નગ્ન પરેડ યોજી હતી તે ઘટનાને યાદ કરી ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો પૂર્વોત્તરના રાજ્યમાં ફરી શાંતિ જળવાઈ ગઈ હોય તો G20નો કાર્યક્રમ મણિપુરમાં શા માટે નથી યોજવામાં આવ્યો તે એક સવાલ […]

Share:

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા ગત 4 મેના રોજ પુરૂષોના ટોળાએ 2 મહિલાની ધોળા દિવસે જાહેરમાં નગ્ન પરેડ યોજી હતી તે ઘટનાને યાદ કરી ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો પૂર્વોત્તરના રાજ્યમાં ફરી શાંતિ જળવાઈ ગઈ હોય તો G20નો કાર્યક્રમ મણિપુરમાં શા માટે નથી યોજવામાં આવ્યો તે એક સવાલ છે. જ્યારે દેશ વિકસિત દેશની યાદીમાં આગળ વધવા પ્રયત્નશીલ છે ત્યારે પૂર્વોત્તરના રાજ્યને G20ના કાર્યક્રમથી બાકાત શા માટે રાખવામાં આવ્યું છે. 

પૂર્વોત્તરને G20થી બાકાત રખાયું- અખિલેશ યાદવ

મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસાનો માહોલ છે. મૈતેઈ સમુદાયને અનામત મામલે શરૂ થયેલી હિંસામાં 100થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અનેક મહિલાઓએ અત્યાચાર સહન કરવો પડ્યો છે. આ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો જેમાં 4 મેના રોજ પુરૂષોના એક ટોળાએ 2 મહિલાઓને ધોળા દિવસે જાહેરમાં નગ્ન પરેડ કરાવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરીને અખિલેશ યાદવ દ્વારા સવાલ કરાયો હતો કે, જો દેશ વિકસિત દેશોની યાદીમાં ઉપર જવા આગળ વધી રહ્યો છે તો પૂર્વોત્તરના રાજ્યને G20ના કાર્યક્રમથી બાકાત શા માટે રાખવામાં આવ્યું છે. 

ભાજપે G20 કાર્યક્રમો સ્પોન્સર કરવા જોઈએઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, “જો ભાજપ આ પ્રકારના કાર્યક્રમોનો લાભ મેળવી રહી છે તો પાર્ટીએ પોતે જ તેને સ્પોન્સર કરવા જોઈએ. આ કાર્યક્રમો માટે સરકાર અને કરદાતાઓના પૈસા કેમ વપરાઈ રહ્યા છે? સરકાર કહે છે કે, મણિપુરની સ્થિતિ કંટ્રોલમાં છે તો તેમણે મણિપુરમાં G20 કાર્યક્રમ યોજવો જોઈએ. દિલ્હી કે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના આયોજન સામે કોઈ વાંધો નથી પરંતુ હાલ મણિપુર એક ગંભીર મુદ્દો છે.”

અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને ઘમંડીયા ગઠબંધન કહ્યું હતું તે અંગે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ અહંકારી છે તેમ જણાવ્યું હતું. 

મણિપુર હિંસામાં 160થી વધુના મોત

હકીકતે મણિપુરમાં મેઈતેઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માગણી કરવામાં આવી હતી. જેના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકજૂથતા માર્ચ’ યોજાઈ હતી. ત્યાર બાદ 3 મેના રોજ પૂર્વોત્તરના રાજ્યમાં જાતિગત સંઘર્ષ શરૂ થયો હતો. 

મેઈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની અથડામણોમાં 160થી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો બેઘર બનીને રાહત શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. મણિપુરની વસ્તીમાં મેઈતેઈ સમુદાયના લોકોની સંખ્યા આશરે 53 ટકા છે અને કુકી લોકોની સંખ્યા આશરે 16 ટકા છે. હિંસાના કારણે 50,000 જેટલા લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે.