ભાજપની સરકાર બને તો રામનવમીમાં હિંસા નહીં થાય- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીરભૂમમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બને તો રામનવમીએ હિંસા નહીં થાય. તેમણે કહ્યું કે દીદી બંગાળના લોકો માટે કામ કરતી નથી, તેમનો એક માત્ર ઉદ્દેશ્ય તેમના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવાનો છે.હું તમને અપીલ કરું છું કે […]

Share:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીરભૂમમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બને તો રામનવમીએ હિંસા નહીં થાય. તેમણે કહ્યું કે દીદી બંગાળના લોકો માટે કામ કરતી નથી, તેમનો એક માત્ર ઉદ્દેશ્ય તેમના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવાનો છે.હું તમને અપીલ કરું છું કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમને પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછી 35 બેઠકો આપો. જો તમે અમને 35 બેઠકો આપો તો 2025 સુધીમાં તૃણમૂલ સરકાર પડી જશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2024માં PM નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી બનાવવાનું છે. સમગ્ર બંગાળની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવ્યાં બાદ કહ્યું કે દેશમાં પહેલીવાર આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં બંગાળની આ જનતાએ 77 સીટ ભાજપને આપી છે. ભાજપ માટે આ એક મોટી જવાબદારી છે. બંગાળ વિધાનસભામાં વિધાયકો અને અધિકારી દીદીની દાદાગિરીથી લડવા માટે કામ કરી રહ્યાં છે.

તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે દીદી બંગાળના લોકો માટે કામ ન કરે, તેમનું લક્ષ્ય બંગાળના લોકોનું કલ્યાણ નથી, તેમનું એકમાત્ર લક્ષ્ય તેમના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવાનું છે, પરંતુ આ શક્ય નથી. બંગાળના આગામી મુખ્યમંત્રી ભાજપમાંથી જ હશે.રામ નવમી પર બંગાળમાં થયેલી હિંસા પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે તૃણમૂલની તુષ્ટિકરણની રાજનીતિએ રામ નવમીના સરઘસો પર હુમલો કરવાની હિંમત વધારી છે. તેમણે લોકોને 2024ની ચૂંટણીમાં ભાજપને 35 બેઠકો પર જીત અપાવવા અને રાજ્યમાં અમારી સરકાર બનાવવાનું આહ્વાન કર્યું, રામ નવમીની શોભાયાત્રા પર ફરીથી હુમલો કરવાની કોઈની હિંમત નહીં થાય.બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે. તેમણે કહ્યું કે NIAએ તાજેતરમાં બીરભૂમમાં 80 હજારથી વધુ ડિટોનેટર અને 27 હજાર કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. જો NIAએ તેને પકડ્યો ન હોત તો બોમ્બ વિસ્ફોટોમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોત તેની કોઈ ગણતરી નથી. બેઠક પહેલા શાહે ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર સિઉરી ખાતેની તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અમિત શાહે લોકોને કહ્યું, “દીદી અને તેમના ભત્રીજા (અભિષેક બેનર્જી)ના ગુનાને રોકવાનો એકમાત્ર રસ્તો ભાજપ છે. પશ્ચિમ બંગાળમાં હિંસા, ગાયની તસ્કરી અને ઘૂસણખોરીનો અંત લાવવા માટે ભાજપ જ એકમાત્ર ઉપાય છે. હું તમને અપીલ કરું છું કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમને પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછી 35 બેઠકો આપો. જો તમે અમને 35 બેઠકો આપો તો 2025 સુધીમાં તૃણમૂલ સરકાર પડી જશે.