મારી પર દબાણ હોત તો હું પહેલા જ શિવસેનામાં જોડાઈ ગયો હોત :રાહુલ કનાલ

આદિત્ય ઠાકરેના નજદીક ગણાતા રાહુલ કનાલ વિધિવત રીતે શિવસેનામાં જોડાતા અનેક અટકળો શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે,  તેમના પર શિવસેનામાં જોડાવાનું કોઈ દબાણ નથી. તેમણે કહ્યું કે, કેટલાક દાવો કરે છે કે મારું નામ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું છે, પરંતુ જો મારી સામે કોઈ દબાણ હોત, તો હું ઘણા સમય પહેલા જોડાઈ ગયો હોત. ભ્રષ્ટાચાર અંગે […]

Share:

આદિત્ય ઠાકરેના નજદીક ગણાતા રાહુલ કનાલ વિધિવત રીતે શિવસેનામાં જોડાતા અનેક અટકળો શરૂ થઈ છે. તેમણે જણાવ્યું કે,  તેમના પર શિવસેનામાં જોડાવાનું કોઈ દબાણ નથી. તેમણે કહ્યું કે, કેટલાક દાવો કરે છે કે મારું નામ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું છે, પરંતુ જો મારી સામે કોઈ દબાણ હોત, તો હું ઘણા સમય પહેલા જોડાઈ ગયો હોત.

ભ્રષ્ટાચાર અંગે તેમણે ટિપ્પણી આપતાં જણાવ્યું કે, જો તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોમાંથી એક પણ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે જણાવ્યું કે, એક વર્ષ પહેલા આઇટી રેડ થઈ તેના ડરથી જો મેં પક્ષ છોડ્યો હોત તો મેં ખરેખર એકવર્ષ પહેલા જ પક્ષ છોડી દીધો હોત. જેમને એવું લાગતું હોય કે હું આ કામ ડરીને કરું છું તો  આઈ બી અને રૉ ડીપાર્ટમેન્ટમાં પૂછી લે જો મારો કોઈ ફોન કોલ પણ જોવા મળ્યો હોય તો હું પોલિટીક્સ છોડવા તૈયાર છું. 

જૂથ છોડવાનાં તેમના નિર્ણયને સમજાવતા, કનાલે કહ્યું કે નેતાનું ધ્યાન ખેંચવામાં તેમને મહિનાઓ લાગ્યા હતા. મેં યુવા સેના જૂથ છોડ્યું ત્યારથી હું છેલ્લા 4 મહિનાથી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે ત્યાં સમસ્યાઓ હતી. પરંતુ તેમ છતાં, કોઈએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ન હતો,” કનાલે કહ્યું.

લોકો મને આદિત્ય ઠાકરેનો નજીકનો સાથી કહે છે પરંતુ તેમના સંપર્કમાં આવતા મને 4 મહિના લાગ્યા હતા. મને ખબર નથી કે સામાન્ય લોકો તેમને કેવી રીતે મળી શકશે. 

સુશાંત-દિશાના મોતની તપાસથી બચવા પોતે શિવસેનામાં જોડાયો હોવાની વાત સાવ ખોટી છે તેવું તેમણે જણાવ્યું હતું. આ બંને કેસમાં પોતાની સંડોવણી સાબિત થાય તો મને જૂતાં મારજો. રાહુલે એવો દાવો પણ કર્યો કે, આદિત્ય ઠાકરે પોતાની મનમાની કરે છે અને સરમુખત્યારશાહી ચલાવીને નિર્ણયો લે છે તેનાથી કંટાળીને પોતે આદિત્યનો સાથ છોડયો છે. 

રાહુલ કનાલ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેના નજીકના સાથી માનવામાં આવતા હતા અને તેમણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથને આંચકો આપતા, પાર્ટી છોડી દીધી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા. 

ગયા વર્ષે, શિવસેના, જે તે સમયે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ હતી, તે મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારમાં તત્કાલીન મંત્રી એવા શિંદે પછી બે જૂથોમાં વિભાજિત થઈ ગઈ હતી, જેણે બળવો કર્યો હતો . આખરે ઠાકરે સરકાર પડી અને શિંદે સરકાર, ભાજપના ટેકાથી સત્તા પર આવી.