હવામાન વિભાગે 10 રાજ્યોમાં હિટ વેવની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે 8 એપ્રિલ જણાવ્યું કે, આગામી 5 દિવસમાં દેશના મોટાભાગના વિભાગોમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 5 દિવસમાં ધીમે-ધીમે દેશના 10 રાજ્યોના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી 5 દિવસમાં સતત તાપમાન વધશે IMDના […]

Share:

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે 8 એપ્રિલ જણાવ્યું કે, આગામી 5 દિવસમાં દેશના મોટાભાગના વિભાગોમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 5 દિવસમાં ધીમે-ધીમે દેશના 10 રાજ્યોના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

આગામી 5 દિવસમાં સતત તાપમાન વધશે

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના ભાગોમાં તાપમાન વધશે. જેથી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગ્લોબલ વોર્મિંગને લીધે વૈશ્વિક તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને આબોહવામાં પણ સતત પરિવર્તન આવી રહ્યું છે. IMD અનુસાર, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીએ 1901ના વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઉનાળાની શરૂઆતમાં ભારતમાં ફેેબ્રુઆરી માસ સૌથી ગમર રહ્યો હતો. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય કરતા વધુ વરસાદે પડતા માર્ચમાં તાપમાનન અંકુશમાં રહ્યું હતું.

આગામી બે દિવસમાં આ રાજ્યોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારે વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

હીટવેવ ક્યારે જાહેર કરવામાં આવે છે?

જ્યારે મેદાનીય વિસ્તારમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ° સે, પર્વતીય વિસ્તારોમાં ઓછામાં ઓછું 30 ° સે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછામાં ઓછું 37 ° સે સુધી પહોંચે, તો તેને હીટવેવ તરીકે જાહેર કરવામાં આવે છે. જે સામાન્ય સમય કરતા ઘણું વધારે તાપમાન ગણવામાં આવે છે.

જોકે, આ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના ભાગો સિવાય, એપ્રિલથી જૂન સુધી સામાન્યથી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.

ફેબ્રુઆરી માસ 1901 પછી સૌથી ગરમ રહ્યો

IMD અનુસાર, 1901ના તાપમાનનો રેકોર્ડ તોડી ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનો ભારતમાં સૌથી વધુ ગરમ રહ્યો છે. જોકે, બાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે માર્ચમાં તાપમાન નિયંત્રણમાં રહ્યું હતું.

કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન

ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લાંબા સમય સુધી વરસાદ, વાવાઝોડા, કરા અને વીજળી પડવાને કારણે પાકને ભારે નુકસાન થયું છે.