હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થવાનું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીના આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ સંભવિત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે વરસાદ 8 ઓગસ્ટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ […]

Share:

ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થવાનું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીના આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ સંભવિત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

જૂનાગઢ, અમરેલીમાં પડી શકે છે વરસાદ

8 ઓગસ્ટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી હતી. આ ઉપરાંત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના

આજે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં  હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની પડવાની સંભાવના છે.

10 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ. તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ

11 અને 12 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. ભારે પવનને કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી રાજ્યમાં 65 ટકાથી વધુ વરસાદ પડયો છે. હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી સૌરાષ્ટ્ર કચ્છમાં છુટોછવાયા વરસાદની આગાહી છે. છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું છે તેના કારણે વરસાદની નહિવત અસર થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. ભારે પવન અને વરસાદને લઈને 5 ક્વિંસ ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી છે. ઉપરોક્ત જિલ્લાઓ સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ આગામી 5 દિવસ દરમિયાન નહિવત વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો સામાન્ય કરતા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જોકે ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ભારતીય હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ પડયો છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનુક્રમે 135 ટકા અને 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 151 ટકા વરસાદ વરસ્યો છે. જો હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસે તો અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.