હવામાન વિભાગે ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે દેશમાં શનિવાર સુધી ભારે વરસાદ પડશે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે. આ ભારે વરસાદ શુક્રવાર અને શનિવારે મુંબઈ, કોંકણ, ગોવા અને ગુજરાતમાં અસર કરશે. આ સપ્તાહ દરમિયાન, મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણા લોકોનું જીવન ખોરવાઈ ગયું હતું. ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ, […]

Share:

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે દેશમાં શનિવાર સુધી ભારે વરસાદ પડશે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે. આ ભારે વરસાદ શુક્રવાર અને શનિવારે મુંબઈ, કોંકણ, ગોવા અને ગુજરાતમાં અસર કરશે. આ સપ્તાહ દરમિયાન, મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદ થયો હતો, જેના કારણે ઘણા લોકોનું જીવન ખોરવાઈ ગયું હતું.

ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તટીય કર્ણાટક, ગુજરાત, ઉત્તર કર્ણાટકના અંતરિયાળ વિસ્તારમાં, છત્તીસગઢ, કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

હવે દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર લો-પ્રેશર છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, આજે અને મંગળવારે ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર સોમવાર સુધી છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે.

મોન્સૂન ચક્ર સક્રિય હોવાથી તે સામાન્ય સ્થિતિમાં દક્ષિણ તરફ આગળ વધે છે, આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વ્યાપક વરસાદની શક્યતા છે.

આજે તેલંગાણામાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રવિવારે દરિયાકાંઠાના અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારમાં, ઉત્તર કર્ણાટકના અંતરિયાળ વિસ્તારમાં આજે અને મંગળવારે ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આસામ અને મેઘાલયમાં મંગળવાર સુધી વરસાદ

શુક્રવારથી રવિવાર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વ્યાપક વરસાદની શક્યતા છે. રવિવારથી મંગળવાર સુધી અરુણાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં મંગળવાર સુધી વરસાદ રહેશે.

IMDના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, ઉત્તર હરિયાણા અને ચંદીગઢમાં આજે અને શનિવારે ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં બુધવાર સુધી, આજે અને સોમવારે પશ્ચિમ રાજસ્થાનમાં, સોમવારથી મંગળવાર સુધી ઉત્તર પ્રદેશમાં વરસાદ રહેશે. આજે ઉત્તરાખંડમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. શનિવારે હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ થવાની શક્યતા છે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર થવાના કારણે ભારતના વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના છે. વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બુધવારે સવારે 8:00 થી શુક્રવાર સવારે 8:00 વાગ્યા સુધી, મુંબઈમાં સરેરાશ 93mm વરસાદ નોંધાયો હતો. IMDએ રેડ અલર્ટ જાહેર કર્યું છે.