પુણેમાં આજથી 3 દિવસ માટે RSSની મહત્વની બેઠકનો આરંભ, મોહન ભાગવત-જેપી નડ્ડા રહેશે હાજર

મહારાષ્ટ્રના પુણે ખાતે ગુરૂવારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકની શરૂઆત થશે. RSSની આ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીથી લઈને સામાજીક સદ્ભાવ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. RSS સાથે સંકળાયેલા આશરે 36 સંગઠનો આ વાર્ષિક સંમેલનમાં સહભાગી બનશે. તેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને સંઘ પ્રમુખ મોહન […]

Share:

મહારાષ્ટ્રના પુણે ખાતે ગુરૂવારથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકની શરૂઆત થશે. RSSની આ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીથી લઈને સામાજીક સદ્ભાવ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. RSS સાથે સંકળાયેલા આશરે 36 સંગઠનો આ વાર્ષિક સંમેલનમાં સહભાગી બનશે. તેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત RSSના ટોચના નેતાઓ સામેલ થશે. 

RSSની બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે

RSSની આ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામેલ થાય તેવી પણ શક્યતા છે. સમન્વય બેઠકમાં દેશની સામાજીક અને આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), વિશ્વ હિંદુ પરિષદ (VHP), ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ સહિત RSS દ્વારા માન્યતા પ્રાપ્ત આશરે 36 સંગઠનો અને 266 પદાધિકારીઓ સમન્વય બેઠકમાં સહભાગી બનશે. 

RSS દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે સભામાં 5 મુખ્ય વિષયો પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી, જીવનમૂલ્ય આધારીત પારિવારિક વ્યવસ્થા, સામાજીક સમરસતા પર જોર, સ્વદેશી અને નાગરિક કર્તવ્યોના પાલન અંગે ચર્ચા કરવામાં આવશે. કોન્ક્લેવનો ઉદ્દેશ્ય સમાજ સામે આવનારા પડકારોનું સંકલન કરીને એક દિશા નિર્ધારિત કરી રાષ્ટ્રીય ભાવના સાથે કામ કરવાનો છે જેથી કામની ગતિ વધારી શકાય. 

બેઠકમાં પ્રતિનિધિઓ અનુભવોની ચર્ચા કરશે

RSSની સમન્વય બેઠકમાં સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરનારા સંગઠનોના પ્રતિનિધિઓ સહભાગી બનશે. આ તમામ સંગઠનો અનેક વર્ષોથી સામાજીક જીવનમાં સક્રિય છે અને તેમણે પોતાની આકરી મહેનત વડે પોતપોતાના ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. આ સંગઠનોના પ્રતિનિધિઓ RSSની સમન્વય બેઠકમાં પોતાના અનુભવોની વહેંચણી કરશે. દેશમાં વર્તમાન સામાજીક-આર્થિક પરિદૃશ્ય અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

RSSની સમન્વય બેઠકમાં વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય પરિસ્થિતિ અને વર્તમાન પરિદૃશ્યના સંદર્ભમાં પોતાનો અનુભવ શેર કરશે. સાથે જ પોતાના કામને આગળ વધારવા માટેની પોતાની યોજનાઓ પણ શેર કરશે. 

RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, મોહન ભાગવત ઉપરાંત RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબલે પણ આ બેઠકમાં સામેલ થશે. બેઠકમાં દેશના મહત્વના મુદ્દાઓ ઉપરાંત એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઈફ સ્ટાઈલ, લાઈફ વેલ્યુ બેઝ્ડ ફેમિલી સિસ્ટમ સહિતના અનેક વિષયો પર વાતચીત કરવામાં આવશે. 

સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, RSSની અખિલ ભારતીય સમન્વય બેઠક દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. સંઘ સાથે સંકળાયેલા સંગઠનો સમાન ઉદ્દેશ્ય અને લક્ષ્ય સાથે કામ કરે છે. બેઠકમાં સામૂહિક કાર્ય અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. ગત વર્ષે છત્તીસગઢ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.