ઈન્દોરમાં ચોર દિવાલ પર બિગ બીના ડાયલોગ લખવામાં મશગુલ રહેતાં પકડાઈ ગયો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા એક ચોરને પકડવામાં આવ્યો હતો. વિજય યાદવ તરીકે ઓળખાયેલ ગુનેગાર, તેણે જે મકાનમાં પ્રવેશ કર્યો હતો તેની દિવાલો પર પેઈન્ટિંગ દોરતી વખતે આ કૃત્યમાં પકડાયો હતો.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેનો સાથી લૂંટ કરીને ભાગી ગયો હતો. દેખીતી રીતે અમિતાભ બચ્ચનના ચાહક […]

Share:

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા એક ચોરને પકડવામાં આવ્યો હતો. વિજય યાદવ તરીકે ઓળખાયેલ ગુનેગાર, તેણે જે મકાનમાં પ્રવેશ કર્યો હતો તેની દિવાલો પર પેઈન્ટિંગ દોરતી વખતે આ કૃત્યમાં પકડાયો હતો. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેનો સાથી લૂંટ કરીને ભાગી ગયો હતો. દેખીતી રીતે અમિતાભ બચ્ચનના ચાહક હોવાને કારણે ધરપકડ કરાયેલ વ્યક્તિએ દિવાલો પર “અગ્નિપથ” અને બિગ બીની ફિલ્મોના સંવાદોની કેટલીક પંક્તિઓ લખી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિજય યાદવ અને સોનુ યાદવ રવિવારે રાત્રે મધ્યપ્રદેશમાં ઈન્દોરના જુના રિસાલા વિસ્તારમાં કોર્પોરેટર અનવર કાદરીના ઘરમાં ચોરી કરવા ઘુસ્યા હતા.

એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ACP), રાજીવ ભદોરિયાએ જણાવ્યું હતું કે,”અનવર કાદરીનો પરિવાર સૂતો હતો ત્યારે પરિવારજનોની ઊંઘનો લાભ લઈને વિજય યાદવ અને સોનુ યાદવ ચોરી કરવા લાગ્યા હતા. થોડી રોકડ અને ઘરેણાં મેળવ્યા પછી, સોનુ યાદવે તરત જ જગ્યા છોડવાનું નક્કી કર્યું અને તે થોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના લઈને સોનુ યાદવ ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ વિજય યાદવને ઘરની દિવાલો ખૂબ જ આકર્ષક લાગી, તેણે તેના પર પેઈન્ટ કરવાનું નક્કી કર્યું. તેને ત્યાં કેટલીક સ્કેચ પેન મળી અને તેણે દિવાલ પર દોરવાનું અને લખવાનું શરૂ કર્યું.” 

તે પેઈન્ટિંગમાં મશગૂલ હતો ત્યારે તે આકસ્મિક રીતે રૂમમાં રાખેલી કાચની શીટ સાથે અથડાઈ ગયો હતો. ACP રાજીવ ભદોરિયાએ જણાવ્યું કે, કાચ તૂટવાના અવાજને કારણે કાદરી પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો અને ગભરાઈને પોલીસને ચોરીની જાણ કરી હતી.

પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી વિજય યાદવને કસ્ટડીમાં લીધો હતો. સદર બજાર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, “તે બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો ચાહક હોય તેવું લાગતું હતું કારણ કે તેણે દિવાલ પર અમિતાભ બચ્ચનની ફિલ્મોના કેટલાક આઈકોનિક સંવાદો લખ્યા હતા.”

ACP ભદોરિયાએ જણાવ્યું હતું કે પુછપરછ દરમિયાન વિજય યાદવે દાગીના અને રોકડ રકમની ચોરીની કબૂલાત કરી હતી જ્યારે ચોરાયેલી કિંમતી ચીજવસ્તુઓ હજુ સુધી પુનઃપ્રાપ્ત કરવાની બાકી હતી, ત્યારે ઘરની નવી સુશોભિત દિવાલો પર, વિખ્યાત અભિનેતા માટે વિજય યાદવે લખેલા સંવાદો તેની કલા પ્રદર્શિત કરતી હતી અને તેનો સાથી સોનુ યાદવ હજુ પણ ફરાર છે. 

વિજય યાદવનો સાથી સોનુ યાદવ તેને એકલા પરિણામનો સામનો કરવા માટે છોડીને ચોરીનો માલ લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ ઘટનામાં ગુનેગાર વિજય યાદવનો અમિતાભ બચ્ચન માટે કલાત્મક પ્રેમ દેખાતો હતો.