‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કહ્યું- મિશન ચંદ્રયાન નારી શક્તિનું જીવંત ઉદાહરણ

વડાપ્રધાન મોદીએ હંમેશાની માફક મહિનાના અંતિમ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાતના 104મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે દેશવાસીઓને વધુ એક વખત શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા પણ કરી હતી.  મહિલા નેતૃત્વમાં વિકાસ પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ મિશન ચંદ્રયાનને મહિલા […]

Share:

વડાપ્રધાન મોદીએ હંમેશાની માફક મહિનાના અંતિમ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાતના 104મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે દેશવાસીઓને વધુ એક વખત શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. 

મહિલા નેતૃત્વમાં વિકાસ

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ મિશન ચંદ્રયાનને મહિલા શક્તિ સાથે સાંકળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતની દીકરીઓ હવે અનંત ગણાતા અંતરિક્ષને પણ પડકારી રહી છે. આ સાથે જ તેમણે પોતાના લાલ કિલ્લા પરથી આપવામાં આવેલા ભાષણને પણ યાદ કર્યું હતું જેમાં મહિલા નેતૃત્વમાં વિકાસની વાત કરવામાં આવી હતી. વધુમાં મિશન ચંદ્રયાનમાં અનેક મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયર જોડાઈ અને આપણા પ્રયત્નો પણ વિશાળ છે માટે આપણે આટલી ઉંચી ઉડાન કરી શક્યા તેમ જણાવ્યું હતું. 

વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતના મિશન ચંદ્રયાન સાથે અનેક મહિલા વૈજ્ઞાનિકો જોડાઈ રહ્યા છે. તેમણે પ્રોજેક્ટના ડિરેક્ટર અને કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવી. મિશન ચંદ્રયાનની સફળતાનો શ્રેય સૌના પ્રયત્નોને આપવો જોઈએ. અનેક ક્ષેત્ર દ્વારા આમાં પોતાનું યોગદાન આપવામાં આવ્યું છે. સૌના પ્રયત્નનો આ મંત્ર જ આગામી સમયમાં અગણિત સફળતાઓ પ્રાપ્ત કરાવશે. 

મહિલા વૈજ્ઞાનિકો માટે કવિતા પઠન

વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહિલા વૈજ્ઞાનિકોની ભારે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3માં મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન ખૂબ મહત્વનું છે. તેનું પરિણામ આપણા સૌની સામે જ છે. જે કામમાં મહિલાઓનો સાથ મળી જાય તે કામ સંભવ બનવું નિશ્ચિત જ છે. ચંદ્રયાન મિશન નારી શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સાથે જ તેમણે મહિલા વૈજ્ઞાનિકો માટે કવિતા પઠન પણ કર્યું હતું-

આસમાન મેં સિર ઉઠાકર

ઘને બાદલો કો ચિરકર

રોશની કા સંકલ્પ લે

અભી તો સૂરજ ઉગા હૈ

દૃઢ નિશ્ચય કે સાથ ચલકર

હર મુશ્કિલ કો પાર કર

ઘોર અંધેરે કો મિટાને

અભી તો સૂરજ ઉગા હૈ

G-20 સમિટનું નેતૃત્વ કરશે ભારત

મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ G-20 માટે કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનો ભારતની સંભાવનાઓનો સાક્ષી બનવાનો છે. ભારત G-20 લીડર્સ સમિટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે 40 દેશ અને અનેક વૈશ્વિક સંગઠનના પ્રમુખો દિલ્હી આવશે. G-20 સમિટના ઈતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી હશે. 

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની આગોતરી શુભેચ્છા પાઠવી હતી અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર યાદ રાખવા માટે આહ્વાન કર્યું હતું.