Navratri 2023: PM મોદીએ લખ્યો ગરબો, ધ્વની ભાનુશાલીએ આપ્યો અવાજ

Navratri 2023: PM મોદી (PM Narendra Modi) દ્વારા લખાયેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રી ઊજવવામાં આવે છે અને માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ ગરબામાં ગાયિકા ધ્વની ભાનુશાલીએ અવાજ આપ્યો છે અને સંગીતકાર તનિષ્ક બાગચીએ મ્યુઝીક આપ્યું છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની અને […]

Share:

Navratri 2023: PM મોદી (PM Narendra Modi) દ્વારા લખાયેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રી ઊજવવામાં આવે છે અને માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ ગરબામાં ગાયિકા ધ્વની ભાનુશાલીએ અવાજ આપ્યો છે અને સંગીતકાર તનિષ્ક બાગચીએ મ્યુઝીક આપ્યું છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની અને જસ્ટ મ્યુઝિક દ્વારા નિર્મિત, ગરબા વિડિયો ગીત PM મોદી દ્વારા લખવામાં આવેલા ગીતોને જીવંત બનાવે છે.

વધુ વાંચો: PM મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી

Navratri 2023 પહેલાં PM મોદીની સરપ્રાઈઝ

ગીતની એક ક્લિપ શેર કરતાં, ગાયિકા ધ્વની ભાનુશાલીએ ટ્વિટર પર લખ્યું, “પ્રિય નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગયી અને મને તમારા દ્વારા લખવામાં આવેલ ગરબા ખૂબ ગમ્યા અને અમે એક ફ્રેશ રિધમ, કોમ્પોઝીશન અને ફ્લેવર  સાથે ગીત બનાવવા માંગતા હતા. જસ્ટ મ્યુઝિકે અમને આ ગીત અને વિડિયોને જીવંત બનાવવામાં મદદ કરી.”

તેણે વધુમાં લખ્યું, “હું આશા રાખું છું કે તમારી કાવ્યાત્મક નોંધો આ પ્રસ્તુતિ દ્વારા વધુ ગતિશીલ રીતે પડઘો પાડશે. તમને નવરાત્રી (Navratri 2023)ની શુભકામનાઓ!” 

તેના ટ્વીટનો જવાબ આપતાં PM મોદી (PM Narendra Modi)એ લખ્યું, “ ધ્વની, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો મેં વર્ષો પહેલા લખેલા ગરબાની આ સુંદર રજૂઆત માટે આભાર! તે ઘણી યાદો પાછી લાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી પણ છેલ્લા કેટલાક દિવસોથી મેં એક નવો ગરબા લખવાનું મેનેજ કર્યું છે. જે હું નવરાત્રી (Navratri 2023) દરમિયાન શેર કરીશ.”

‘ભાઈ ભાઈ’ ગીત માટે જાણીતા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ પણ PM મોદીના કવિતા સંગ્રહમાંથી એક ગીત રજૂ કર્યું છે. વેગડાએ PM મોદી (PM Narendra Modi)એ લખેલા માડી માને દેવત દેજે નામના ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત યોગેશ ગઢવીએ કમ્પોઝ કર્યું છે, જેમાં અમિત બારોટનું સંગીત છે. આ ગીત PM મોદીના પુસ્તક આંખ આ ધન્યા છે પરથી લેવામાં આવ્યું છે.

વધુ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ગણતંત્ર દિવસની ઉજવણીમાં હશે મુખ્ય અતિથિ

ગીત વિશે વાત કરતા અરવિંદ વેગડાએ કહ્યું, “ગીતની સૌથી ખાસ વાત એ છે કે તેને PM મોદીએ લખ્યું છે. આ ગીત પીએમ મોદી જ્યારે 36 વર્ષના હતા ત્યારે તેમણે લખ્યું હતું અને તે ઘણી જગ્યાએ ફરવા જતા હતા. બાદમાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે એક પુસ્તકમાં ગીત રજૂ કર્યું હતું. તે લેખનમાંથી, અમે આ આલ્બમની રચના કરી. 2013માં પ્રખ્યાત ગુજરાતી ગાયક દેવાંગ પટેલે પણ PM મોદી (PM Narendra Modi) દ્વારા લખાયેલ ગરબા ગીત ગાયું હતું. PM મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત ‘ઘૂમે એનો ગરબો’ દેવાંગ પટેલે કમ્પોઝ કર્યું હતું. દેવાંગ પટેલ, હેમંત ચૌહાણ, શ્રુતિ પાઠક અને ઐશ્વર્યા મજમુદારે આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત જાન્યુઆરી 2013માં વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં રિલીઝ થયું હતું.