પેરિસમાં રાહુલ ગાંધીએ કહ્યું- “ભાજપ કોઈ પણ કિંમતે સત્તા ઈચ્છે છે, તે જે કરે છે તેને હિંદુત્વ સાથે મતલબ નથી”

યુરોપ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પેરિસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી ઈન્ડિયા-ભારત વિવાદથી લઈને હિંદુત્વ મુદ્દે ખુલીને બોલતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ અલ્પસંખ્યકોથી લઈને જાતિવાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.  રાહુલ ગાંધીએ પેરિસ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથેની વાતચીત દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, […]

Share:

યુરોપ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પેરિસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી ઈન્ડિયા-ભારત વિવાદથી લઈને હિંદુત્વ મુદ્દે ખુલીને બોલતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ અલ્પસંખ્યકોથી લઈને જાતિવાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. 

રાહુલ ગાંધીએ પેરિસ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથેની વાતચીત દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સત્તાધારી પાર્ટી કોઈ પણ કિંમતે સત્તા હાંસલ કરવા ઈચ્છે છે અને તેમને હિંદુ કે હિંદુત્વ સાથે કોઈ મતલબ નથી. ફ્રાંસની અગ્રણી સામાજીક વિજ્ઞાન સંસ્થા, પેરિસની સાયન્સીઝ પીઓ યુનિવર્સિટી ખાતે શનિવારે વાતચીત દરમિયાન 53 વર્ષીય વિપક્ષી નેતાએ પોતાની ‘ભારત જોડો યાત્રા’, વિપક્ષી ગઠબંધનની રક્ષા માટેની લડાઈ જેવા અનેક વિષયો મામલે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતની લોકતાંત્રિક રચના, બદલાઈ રહેલી વૈશ્વિક વ્યવસ્થા અને અન્ય પ્રમુખ મુદ્દાઓ અંગે વાત કરી હતી. 

મેં ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભાજપને હિંદુ ધર્મ સાથે કશું લાગતું-વળગતું નથી.” ભાજપની હિંદુત્વવાદી વિચારધારાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં ગીતા વાંચી છે, ઉપનિષદ વાંચ્યા છે અને મેં અન્ય હિંદુ પુસ્તકો પણ વાંચ્યા છે અને હું કહી શકું છું કે, ભાજપ જે કરે છે તેમાં કશું પણ હિંદુ નથી. ત્યાં બિલકુલ કશું જ નથી. મેં કદી કોઈ હિંદુ પુસ્તકમાં નથી વાંચ્યુ કે, મેં કદી કોઈ વિદ્વાન હિંદુ પાસેથી એમ નથી સાંભળ્યું કે, તમારે જે તમારાથી નબળા હોય તેમને આતંકિત કરવા જોઈએ કે તેમને નુકસાન પહોંચાડવું જોઈએ.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ ભાજપના લોકો હિંદુ રાષ્ટ્રવાદી નથી. તેમને હિંદુ ધર્મ સાથે કશું લાગતું-વળગતું નથી. તેઓ સત્તા મેળવવા માટે કશું પણ કરે છે. તેઓ કેટલાક લોકો પર પ્રભુત્વ ઈચ્છે છે. તેમાં હિંદુ જેવું કશું જ નથી. 

વિપક્ષ ભારતના આત્મા માટે લડશે 

રાહુલ ગાંધીએ એ વાત પર ભાર આપ્યો હતો કે, વિપક્ષ ભારતના આત્મા માટે લડવા તૈયાર છે અને આ લડાઈથી દેશ વર્તમાન અશાંતિમાંથી ઠીક થઈને બહાર આવશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ભાર આપીને કહ્યું હતું કે, “ભારતના 60% લોકોએ વિપક્ષી પાર્ટીઓને મત આપ્યો, જ્યારે માત્ર 40%એ જ સત્તારૂઢ પક્ષને મત આપ્યો. માટે એવી વિચારસરણી કે બહુસંખ્યક સમુદાય ભાજપને મત આપી રહ્યો છે એ એક ખોટો વિચાર છે. બહુસંખ્યક સમુદાય વાસ્તવમાં તેમને મત આપે છે તેના કરતા વધારે મત અમને આપે છે.”