નાગપુરના એક પુરુષના 2 બાળક સાથે પ્રેગ્નન્ટ થયો

નાગપુરમાં રહેતા સંજુ ભગત છેલા 36 વર્ષથી ફુલેલા પેટને કારણે જાણે ગર્ભવતી હોય તેમ રોજીંદુ કામ કરતા હતા. તેમના માટે આ સામાન્ય વાત હતી. તેનું બાળપણ સારું અને સામાન્ય હતું પરંતુ વર્ષો વિતતા તેમનું પેટ વધારે ને વધારે ફૂલવા લાગ્યું અને તે જાણે પ્રેગ્નન્ટ હોય તેમ જણાતું હતું. લોકો પણ તેમને પ્રેગ્નન્ટ મેન તરીકે ઓળખતાં […]

Share:

નાગપુરમાં રહેતા સંજુ ભગત છેલા 36 વર્ષથી ફુલેલા પેટને કારણે જાણે ગર્ભવતી હોય તેમ રોજીંદુ કામ કરતા હતા. તેમના માટે આ સામાન્ય વાત હતી. તેનું બાળપણ સારું અને સામાન્ય હતું પરંતુ વર્ષો વિતતા તેમનું પેટ વધારે ને વધારે ફૂલવા લાગ્યું અને તે જાણે પ્રેગ્નન્ટ હોય તેમ જણાતું હતું. લોકો પણ તેમને પ્રેગ્નન્ટ મેન તરીકે ઓળખતાં હતા પણ સૌના આશ્ચર્ય વચ્ચે તે સાચે જ જોડિયા બાળકને લઈને ફરતા હતા. તેમના પેટમાં બે બાળકના ગર્ભ હતા.

આ વ્યક્તિની ઉંમર 60 વર્ષની છે અને તે થોડા મહિનાઓ નહીં પણ 36 વર્ષથી ફૂલેલા પેટ સાથે જીવતા હતા. આ જવલ્લેજ બનતી ઘટનાને ‘ગર્ભમાં ગર્ભ’ કહેવાય છે. વેનિશિંગ ટ્વીન સિન્ડ્રોમ હેઠળ બાળક અંદર જ ગર્ભાવસ્થા દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.

ધ ડેઇલી સ્ટારના જણાવ્યા પ્રમાણે સંજુ ભગત તેમની જરૂરિયાતો માટે સંઘર્ષ કરતા હતા અને કામ ચાલુ રાખવા માટે સોજાની અવગણના કરતા હતા. તેમના પરિવારજનોને તેમની ઘણી ચિંતા થતી હતી. જોકે, 1999માં તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. આખરે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા અને એમની સારવાર કરનાર ડૉ.અજય મહેતાને પ્રથમ નજરે લાગ્યું કે આ કોઈ ગાંઠ હશે. પરંતુ જેવુ તેમના પેટ પર કાપો મૂક્યો તેમણે તેમાંથી હાથ, વાળ અને હાડકાં વગેરે જોડીમાં મળતા ગયા. ડૉક્ટર અચંબામાં પડી ગયા. તેમના માટે પણ આ અત્યંત સ્તબ્ધ કરનારું હતું. 

તેમણે આ કેસને વેનિશિંગ ટ્વીન સિન્ડ્રોમ તરીકે ઓળખાવ્યો. જેમાં આ જોડિયા બાળકો ગર્ભાવસ્થા દરમિયાન માતાના પેટમાં નાશ પામ્યા હોવા જોઈએ પણ તે સંપૂર્ણ નાશ પામ્યા નહીં અને તે તેમના ભાઈ સંજુની અંદર પરજીવીની જેમ રહ્યા. ગર્ભમાં ગર્ભ એ અત્યંત દુર્લભ છે. 

 આમ, સંજુ ભગતે પોતે સામાન્ય હોવા છતાં તેમની અંદર રહેલા ગર્ભને કારણે ખૂબ તકલીફો સહન કરી. તેમણે દરેક બાબતે તકલીફ પડતી અને અન્ય લોકો તેમની તરફ અલગ નજરે જોતાં તો કોઈ તેમની ચિંતા કરતાં. આ તમામ સમયે તેઓએ વાત થી એકદમ અજાણ હતા કે, તેમના શરીરમાં ગર્ભ છે. ઘણીવાર એવું બને છે કે, જેના જવાબ વિજ્ઞાન પાસે પણ નથી હોતા. આવા બનાવો બને ત્યારે આપણને કુદરતની કરામત દેખાતી હોય છે.