કેરળના રાજ્યપાલના હસ્તે કોકોન 16નું ઉદ્ઘાટન, જેટ સૂટ પહેરી હવામાં ઉડતો માણસ બન્યો આકર્ષણનું કેન્દ્ર

કેરળમાં 6 અને 7 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય સાઈબર કોન્ફરન્સ કોકોન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કેરળ પોલીસ દ્વારા સાઈબર કોન્ફરન્સની 16મી આવૃત્તિ કોકોન 16નું આયોજન કરવામાં આવ્યું હતું. કેરળ પોલીસે ઈન્ફોર્મેશન સિક્યોરિટી રિસર્ચ એસોસિએશન (ISRA) સાથે મળીને કોચીની ગ્રાન્ડ હ્યાત હોટેલ ખાતે કોકોન 16 કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  શુક્રવારે સવારે કોચીની ગ્રાન્ડ હ્યાત હોટેલના પરિસરમાં […]

Share:

કેરળમાં 6 અને 7 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય સાઈબર કોન્ફરન્સ કોકોન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. કેરળ પોલીસ દ્વારા સાઈબર કોન્ફરન્સની 16મી આવૃત્તિ કોકોન 16નું આયોજન કરવામાં આવ્યું હતું. કેરળ પોલીસે ઈન્ફોર્મેશન સિક્યોરિટી રિસર્ચ એસોસિએશન (ISRA) સાથે મળીને કોચીની ગ્રાન્ડ હ્યાત હોટેલ ખાતે કોકોન 16 કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 

શુક્રવારે સવારે કોચીની ગ્રાન્ડ હ્યાત હોટેલના પરિસરમાં એકઠા થયેલા લોકોને એક ખૂબ જ આશ્ચર્યજનક દૃશ્યના સાક્ષી બનવાની તક મળી હતી. સાઈબર કોન્ફરન્સના ભાગરૂપે જેટ સૂટનુ પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેને જોઈને ત્યાં હાજર લોકો ઉપરાંત કાર્યક્રમના મુખ્ય મહેમાન, કેરળના રાજ્યપાલ આરિફ મુહમ્મદ ખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 

કોકોન 16માં હવામાં ઉડતો માણસ આકર્ષણનું કેન્દ્ર બન્યો

પોલ નામની એક વ્યક્તિ જેટ સૂટ પહેરીને હવામાં ઉડતી જોવા મળી હતી. આમ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળને નેવે મુકીને જેટ સૂટ પહેરી આકાશમાં ઉડી રહેલી વ્યક્તિ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેટ સૂટ પહેરીને હવામાં ઉડી રહેલા વ્યક્તિને રાજ્યપાલ આરિફ મુહમ્મદ ખાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. 

કેરળ પોલીસે ઈન્ફોર્મેશન સિક્યોરિટી રિસર્ચ એસોસિએશન અને સોસાયટી ફોર પોલીસિંગ ઓફ સાઈબર સ્પેસના સહયોગથી આંતરરાષ્ટ્રીય સાઈબર કોન્ફરન્સ કોકોન 16નું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં પોલ રોબર્ટ જોન્સ નામના જેટ સૂટ પાયલટે ડેમો ફ્લાઈટ રજૂ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. 

કોચી ખાતે હોટેલ ગ્રાન્ડ હ્યાતના હેલિપેડ પર પોલ જોન્સે કેરળમાં આ પ્રકારે ગુરૂત્વાકર્ષણ બળથી મુક્ત પ્રથમ ઉડાન રજૂ કરી હતી. ગ્રેવિટી સૂટ પહેરીને મેદાનમાં પહોંચેલા પોલ જોન્સે ત્યાં હાજર સૌ કોઈનું અભિવાદન કર્યું હતું અને ત્યાર બાદ ડેમો ફ્લાઈટ રજૂ કરી હતી જેને દર્શકોએ ઉભા થઈને વધાવી લીધી હતી. 

2017માં લોન્ચ થયો હતો જેટ સૂટ

2017માં આ પ્રકારના ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીયલ જેટ સૂટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સંશોધન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર સહિતની કુદરતી આફતો, યુદ્ધ વગેરેની સ્થિતિમાં લોકોનો બચાવ અને તેમની મદદ કરવાનો છે. જેટ સૂટની મદદથી વ્યક્તિ 80 માઈલ પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉડી શકે છે. જેટ સૂટની મદદથી એક સ્ટ્રેચમાં 4.30 મિનિટની ફ્લાઈટ કરી શકાય છે. 

ગ્લોબલ સ્પાઈસ પ્રોસેસિંગ એક્સપોર્ટ સેક્ટરના અગ્રણી એવા સિન્થેટીક ગ્રુપ દ્વારા ટેક્નોલોજીકલ ઈનોવેશનના વિકાસ માટે કોકોન (c0c0n)ની જેટ સૂટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હતી. કોકોન 2023ના ઉદ્ઘાટન પ્રસંગે કેરળના રાજ્યપાલ આરિફ મુહમ્મદ ખાને સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

આરિફ મુહમ્મદ ખાને ડિજિટલ ટેક્નોલોજીના ઝડપી વિકાસ અને ભૌગોલિક સરહદોએ તેના દુરૂપયોગ અંગે પણ વાત કરી હતી. આ સાથે જ તેમણે સાઈબર ક્રાઈમનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર પણ ભાર આપ્યો હતો.