મણિપુરની મુલાકાત પર ગયેલા તમામ વિપક્ષી સાંસદોનો એક જ સૂર- મણિપુરમાં રાહત કેમ્પની સ્થિતિ દયનીય

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસક ઘટનાઓ બની રહી છે. મણિપુરની ન્યાયિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તેવામાં વિપક્ષી ગઠબંધન ‘INDIA’ મણિપુરની 2 દિવસની મુલાકાતે હતું. ગઠબંધનના 21 સભ્યો શનિ-રવિ મણિપુરની મુલાકાતે હતા. ત્યાંની પરિસ્થિતિ જાણ્યા બાદ આ ડેલિગેશને સંસદમાં પોતાની વાતો રજૂ કરી હતી. મણિપુર મામલે હોબાળા બાદ સોમવારે બપોરે 2 વાગ્યા સુધી સંસદ સત્ર સ્થગિત […]

Share:

મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસક ઘટનાઓ બની રહી છે. મણિપુરની ન્યાયિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તેવામાં વિપક્ષી ગઠબંધન ‘INDIA’ મણિપુરની 2 દિવસની મુલાકાતે હતું. ગઠબંધનના 21 સભ્યો શનિ-રવિ મણિપુરની મુલાકાતે હતા. ત્યાંની પરિસ્થિતિ જાણ્યા બાદ આ ડેલિગેશને સંસદમાં પોતાની વાતો રજૂ કરી હતી. મણિપુર મામલે હોબાળા બાદ સોમવારે બપોરે 2 વાગ્યા સુધી સંસદ સત્ર સ્થગિત કરાયું છે. આ ડેલિગેશનમાં સામેલ મોટાભાગના સંસદનું માનવું છે કે, મણિપુરના રાહત કેમ્પની સ્થિતિ દયનીય છે.

મણિપુરની મુલાકાતે ગયેલા તમામ સાંસદોએ સત્રની શરૂઆત પહેલાં ફ્લોર લીડર્સ સાથે વાર્તાલાપ કર્યો હતો. તમામ સાસંદોએ પોતાના અનુભવ અને પોતાના મતે મણિપુરની સ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. ત્યારબાદ સત્ર શરૂ થયા બાદ આ મામલે વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો અને સત્રને 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

મણિપુરના ગવર્નરને આવેદન પત્ર આપ્યું

વિપક્ષી ગઠબંધને આ મામલે મણિપુરના ગવર્નરને આવેદન પત્ર આપ્યું છે. તેમાં કહેવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મૌન મણિપુરની હાલની સ્થિતિ માટે જવાબદાર છે. વિપક્ષના નેતાગણોએ મણિપુરમાં વહેલીતકે શાંતિ સ્થપાય અને રાજ્યની સ્થિતિ સામાન્ય બને તે માટે અપીલ કરી છે.

શનિવારે બપોરે ઈન્ડિયાના નેતાઓ ઈમ્ફાલમાં ઉતર્યા અને પછી હેલિકોપ્ટરમાં ચુરાચંદપુર ગયા. ત્યાં તેઓ કુકી જનજાતિના નેતાઓ, નાગરિક સમાજ અને મહિલા જૂથોને મળ્યા હતા.

આ પ્રતિનિધિમંડળ રાહત શિબિરોની પણ મુલાકાત લીધી અને ઈમ્ફાલ પાછા ફરતા પહેલા હિંસા પીડિતોને મળ્યા. 

આ મુલાકાત બદલ ભાજપે વિપક્ષના સાંસદોની ટીકા કરી છે અને રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામેના કથિત અપરાધોનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “તે માત્ર એક દેખાડો છે. જ્યારે આ ઈન્ડિયા ગઠબંધન મણિપુરથી પરત ફરશે, ત્યારે હું અધીર રંજન ચૌધરીને પૂછવા માગીશ કે શું તેઓ તેમના રાજ્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને સમર્થન આપે છે. શું ઈન્ડિયા ગઠબંધનના આ 21 સાંસદો રાજસ્થાનના અને પશ્ચિમ બંગાળ પર રિપોર્ટ કરશે?

વિપક્ષે કહ્યું- મણિપુરના સત્યને સંસદમાં ઉજાગર કરીશું

કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ કહ્યું કે, “તેઓ મણિપુર જશે અને સત્ય શું છે તે શોધી કાઢશે અને તે સત્ય સંસદમાં રજૂ કરશે. તૃણમૂલના સુષ્મિતા દેવે કહ્યું, “સરકાર નિષ્ફળ ગઈ છે, તેથી અમે ત્યાં જઈને જોવા માંગીએ છીએ કે શું કોઈ ઉકેલ લાવી શકાય છે.” આરજેડીના મનોજ ઝાએ કહ્યું, “મણિપુરને સાંભળવાની જરૂર છે” અને તેઓ “મણિપુરના લોકોને સાંભળવાનો અને તેમની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

આ મહિને બોલાવવામાં આવેલા ચોમાસું સત્રથી મણિપુરના મુદ્દાને કારણે સંસદમાં વિવાદ સર્જાયો છે, વિપક્ષી સાંસદોએ તેના પર લાંબી ચર્ચા તેમજ સંસદમાં વડાપ્રધાનના નિવેદનની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રનો આગ્રહ છે કે ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને જવાબ આપે.