ભારતના FMએ યુએસના નાણાંમંત્રી જેનેટ યેલેન સાથે મળી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરી

કેન્દ્રીય નાણા મંત્રી, નિર્મલા સીતારમણે G20 ઈવેન્ટમાં ટ્રેઝરી સેક્રેટરી ઑફ યુએસ, જેનેટ યેલેનને મળ્યા. આ  દરમિયાન યુએસ સાથેના દ્વિપક્ષીય હિતોની અને ઊર્જા નવીનીકરણમાં રોકાણ કરવા નવી તકો મેળવવા માટે ચર્ચા થઈ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ તાજેતરમાં બહુપક્ષીય વિકાસ બેંકો (MDBs)ને મજબૂત કરવા, આબોહવામાં ફેરફાર અને ઉર્જા સંક્રમણ જેવા વિવિધ મુદ્દાઓ પર સહકાર આપવા સંમત થયા […]

Share:

કેન્દ્રીય નાણા મંત્રી, નિર્મલા સીતારમણે G20 ઈવેન્ટમાં ટ્રેઝરી સેક્રેટરી ઑફ યુએસ, જેનેટ યેલેનને મળ્યા. આ  દરમિયાન યુએસ સાથેના દ્વિપક્ષીય હિતોની અને ઊર્જા નવીનીકરણમાં રોકાણ કરવા નવી તકો મેળવવા માટે ચર્ચા થઈ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ તાજેતરમાં બહુપક્ષીય વિકાસ બેંકો (MDBs)ને મજબૂત કરવા, આબોહવામાં ફેરફાર અને ઉર્જા સંક્રમણ જેવા વિવિધ મુદ્દાઓ પર સહકાર આપવા સંમત થયા છે. બંને રાષ્ટ્રો વચ્ચેનો સહકાર આર્થિક, વ્યાપારી અને તકનીકી મુદ્દાઓ પર આધાર રાખે છે, જેમાં સપ્લાય ચેનને મજબૂત કરવા અને ઉર્જા સંક્રમણને સ્વચ્છ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

G20 કાર્યક્રમમાં યુએસના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સાથે મુલાકાત કર્યા બાદ નિર્મલા સીતારમણે ઉર્જાના નવીનીકરણના વિકાસમાં સહયોગ અને રોકાણની તકો દ્વારા દ્વિપક્ષીય હિતોને આગળ વધારવા પર તેમણે આતુરતા વ્યક્ત કરી હતી.  યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે, ભારત અને યુએસ દ્વિ-સ્તંભ ગ્લોબલ ટેક્સ ડીલ પર સંમત થવાની વિચારણા ચાલી રહી છે. એક તરફ દેશો મલ્ટિનેશનલ કોર્પોરેશનો (MNCs) પર કર વસૂલવાની સત્તા વધારવી અને બીજી તરફ MNCs પર વૈશ્વિક લઘુત્તમ કર લાગુ કરે છે.

હાલમાં, યુએસ, ભારત અને અંદાજે 140 દેશો, MNCs જ્યાં પણ કાર્ય કરે છે ત્યાં કર ચૂકવે તેની ખાતરી કરવા વૈશ્વિક ટેક્સ નિયમોમાં સુધારો કરવા માટે સર્વસંમતિથી કામ કરી રહ્યા છે. જેનેટ યેલેને વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે અજય બંગાની ઉમેદવારીને સમર્થન આપવા બદલ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારું માનવું છે કે તે આ નિર્ણાયક સુધારા કરવા માટે યોગ્ય નેતા છે.

જેનેટ યેલેને જણાવ્યું હતું કે, ભારતના ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે મૂડીની કિંમત ઘટાડવા અને ખાનગી રોકાણમાં વધારો કરવા ભારત સાથે કામ કરવા આતુર છીએ. યુએસ, ભારતના સૌથી મોટા નિકાસ બજાર તરીકે જાણીતો દેશ છે. હાલમાં, બંને દેશો સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) હેઠળ ચીનથી તેમની સપ્લાય ચેઈનના જોખમની ઘટાડવાની વાટાઘાટોમાં વ્યસ્ત છે. ભારત અને યુએસએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં તેમના છ વિવાદોનું સમાધાન કર્યું હતું.

ભારત જર્નલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (GSP)ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યું છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન પાછી ખેંચી લેવામાં આવી હતી. જેનેટ યેલેને યુએસ-ઈન્ડિયા ઈકોનોમિક એન્ડ ફાઈનાન્સિયલ પાર્ટનરશિપ (EFP)ના ભાગરૂપે નવી દિલ્હીમાં મીંટીગ કરી હતી. નિર્મલા સીતારમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ભાગીદારી સકારાત્મક વૈશ્વિક પરિવર્તન માટે કામ કરીને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. 

યુએસનો અંદાજ છે કે આ સહકારના ભાગ હેઠળ અથવા જે પગલાં પહેલાથી અમલમાં છે તેના દ્વારા MDB આગામી દાયકામાં $200 બિલિયન એકત્ર કરશે.