વિશ્વના દરેક નાગરિકને સરળતાથી ડિજિટલ હેલ્થ મળવા કેન્દ્રીય મંત્રી પર ભાર મૂકતાં માંડવિયા

ભારત દેશ તમામ લોકોને સરળતાથી ડિજીટલ હેલ્થ ઉપલબ્ધ બની રહે તેમ ઈચ્છતો હોવાનું આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગનાં  કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.  તેઓ ગોવામાં મળેલી G20 ની હેલ્થ વર્કિંગ કમિટીની બીજી બેઠકના ઉદ્ઘાટન સમયે સંબોધન કરી રહ્યા હતા. ડિજિટલ હેલ્થ એ બીમારીઓ અને તેને લગતા આરોગ્યના જોખમોનું સંચાલન કરવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવા […]

Share:

ભારત દેશ તમામ લોકોને સરળતાથી ડિજીટલ હેલ્થ ઉપલબ્ધ બની રહે તેમ ઈચ્છતો હોવાનું આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગનાં  કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. 

તેઓ ગોવામાં મળેલી G20 ની હેલ્થ વર્કિંગ કમિટીની બીજી બેઠકના ઉદ્ઘાટન સમયે સંબોધન કરી રહ્યા હતા. ડિજિટલ હેલ્થ એ બીમારીઓ અને તેને લગતા આરોગ્યના જોખમોનું સંચાલન કરવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે, દવા અને અન્ય આરોગ્યને લગતાં વ્યવસાયોમાં માહિતી અને સંચાર તકનીકોના ઉપયોગને દર્શાવે કહી. ડિજિટલ હેલ્થ ક્ષેત્રે વિકાસને વ્યાપક અવકાશ છે ત્યારે તે તમામ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. 

માંડવિયાએ આ સમયે નાગરિકોના હિત માટે અનેક ડિજિટલ ક્ષેત્રના ઉપયોગના  અનેક મહત્વના ઉદાહરણ આપ્યા હતા. તેમને જણાવ્યું કે, કોવિડ  મેનેજમેન્ટમાં  માર્ગદર્શન માટે ડેટા આધારિત જાણકારીનો લાભ લેવામાં આવ્યો હતો. 

તેવી જ રીતે તેમણે નોંધ્યું કે, કેવી રીતે વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળવાળી આરોગ્ય વીમા યોજના પીએમ – જયે  કેશલેસ અને પેપરલેસ 500 મિલિયન ભારતીય નાગરિકોને ગૌણ અને તૃતીય સંભાળ સેવા પૂરી પાડી હતી. 

તેમણે આ સાથે જ ટેક્નોલૉજી પર ભાર મૂકતાં આ બેઠકમાં ભાગ લેનાર તમામને  વૈશ્વિક પહેલ દ્વારા  ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર માટે સહયોગ સાધી એક સર્વગ્રાહી ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ ઊભી કરવા  જણાવ્યું  હતું. 

આ માટે તકનીકી સહાય પૂરી પાડવા અને ડિજિટલ વિભાજનને દૂર કરવા અને  વૈશ્વિક ધોરણે સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવામાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ભારતની  તૈયારી હોવાનું જણાવ્યું હતું. 

 ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન  ભારતી પવાર અને કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગો રાજ્યપ્રધાન  શ્રી પાદ નાઈક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. ભારતી પવારે આ મીટિંગમાં જોડાવા બદલ તમામ પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. તેમણે ઉદઘાટન પ્રવચનમાં ભારતની ડિજિટલી સશક્ત રાષ્ટ્ર તરફની તેની સફરનો ઉલ્લેખ કર્યો હતો અને દર્દીને ધ્યાનમાં રાખી તેના સ્વાસ્થ્ય માટે   ડીજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ્સની જરૂર  હોવાનું જણાવ્યું હતું. 

તેમણે આશા વ્યક્ત કરી કે આગામી બે દિવસમાં વિચાર-વિમર્શ ભવિષ્યની આરોગ્ય કટોકટી, સંશોધન અને વિકાસના નેટવર્ક અને ઉત્પાદનના સંચાલન માટે એક લઘુતમ વ્યવહારુ ઉત્પાદન વિકસાવશે. શ્રીપાદ નાઈકે માહિતી આપી કે ભારતે મેડિકલ ટુરિઝમ માટે 18 લાખ વિદેશીઓ મેળવ્યા છે અને મેડિકલ ટુરિઝમ ઈન્ડેક્સમાં ભારત 10માં ક્રમે છે.