ટીબીના કેસોનો અંદાજ કાઢવા માટે ગાણિતિક મોડલ રજૂ કરનાર ભારત પ્રથમ દેશ

ભારતે ટીબી પ્રસરતા  કેસોનાં અંદાજ માટે ગાણિતિક મોડલ વિકસાવ્યું છે, આવું ગાણિતિક મોડેલ વિકસાવનાર ભારત પ્રથમ દેશ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, ટીબીના કેસોના વ્યાપનો અંદાજ કાઢવા માટે આ ગાણિતિક મોડલ વિકસાવ્યું છે.આ મોડેલનું મંગળવારે અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે રોગના કુદરતી ઇતિહાસ, ચેપના વ્યક્તિગત કેસો, આરોગ્યસંભાળ- શોધવાની રીત , ચૂકાઇ […]

Share:

ભારતે ટીબી પ્રસરતા  કેસોનાં અંદાજ માટે ગાણિતિક મોડલ વિકસાવ્યું છે, આવું ગાણિતિક મોડેલ વિકસાવનાર ભારત પ્રથમ દેશ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, ટીબીના કેસોના વ્યાપનો અંદાજ કાઢવા માટે આ ગાણિતિક મોડલ વિકસાવ્યું છે.આ મોડેલનું મંગળવારે અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે રોગના કુદરતી ઇતિહાસ, ચેપના વ્યક્તિગત કેસો, આરોગ્યસંભાળ- શોધવાની રીત , ચૂકાઇ ગયેલી અથવા યોગ્ય નિદાન, સારવાર અને પરિણામ પર આધારિત છે.

ભારતમાંનાં, ની-ક્ષય પોર્ટલમાં ટીબી કેસની જાણ કરવી પડશે, તેમ બહાર પાડવામાં આવેલા એક  ગેઝેટમાં જણાવાયું  છે.

નવું ભારતીય મોડલ, વર્ષ 2011 થી 2025 માટે માપાંકિત કરાયેલ ટીબી સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે, ટીબી વિશ્વના અગ્રણી ચેપી રોગોમાંનું એક છે. આ મોડેલ પ્રસાર દર, સૂચના દર, મૃત્યુ દર, સારવાર હેઠળના દર્દીઓનું પ્રમાણ, સમયસર સૂચનામાં ઘટાડો, ગુપ્ત ટીબીનું પ્રમાણ અને સમુદાયમાં ચેપ અંગેની  પ્રાપ્ત વિગતો અને આંકડાઓને ધ્યાનમાં લે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, 2021માં ભારતની  એક લાખ  વસ્તી દીઠ ટીબીનો દર 120 હતો, જે આકડાકીયરીતે જોઈએ તો 29.50 લાખ જેટલો છે. મૃત્યુદર 35 હતો, જે આકડાકીયરીતે જોઈએ તો .95 લાખ છે.

તેનાથી વિપરીત, 2022 માટેના ભારતીય ટીબી મોડલનાં  અંદાજ પ્રમાણે  એક લાખની વસ્તી દીઠ ટીબીનો દર 196 હતો, જે આકડાકીયરીતે 27.70 લાખ જેટલો છે. ટીબીનો મૃત્યુદર પ્રતિ લાખ વસ્તીએ 23 હતો, જે આકડાકીયરીતે 3.20 લાખ છે.

આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંદાજો વૈશ્વિક ટીબીની સંખ્યામાં 11 ટકાનો ઘટાડો દર્શાવે છે, જેમાં ભારતે 18 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે. ભારત સ્ટોપ ટીબી (ટીબી રોકો)  પહેલની અધ્યક્ષતા પણ ધરાવે છે, એક કાર્યક્રમ જે 40 દેશોમાં સ્ટોપ ટીબી બેનર હેઠળ કાર્યરત છે.

ભારતમાં ટીબીના કેસો

વારાણસીમાં એક બેઠક યોજાઇ હતી જેમાં,  40 દેશોના 198 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં ટીબી પર સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.

તેમાં આપવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં હાલમાં સારવાર લઈ રહેલા 13.80 લાખ ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 10.21 લાખને દત્તક લેવામાં આવ્યા છે  અને ફૂડ બાસ્કેટ આપવા માટે સંમતિ મળી છે. ભારત સરકારને 75,000 દાતાઓ તરફથી ટેકો મળ્યો છે અને 4.7 લાખ ટીબીના દર્દીઓએ તેમની ફૂડ બાસ્કેટ આપવામાં આવી છે.