સુદાનમાં સ્થિતિ વણસી, ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત ચિંતિત

સુદાનમાં તણાવપૂર્ણ માહોલ છે, ત્યારે ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ દેશો સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે, સરકારી સુત્રોના જણાવ્યાનુસાર, સુદાનમાં કટોકટી જેવી પરિસ્થિતિને વચ્ચે ભારત પોતાના નાગરિકો માટે સતત ચિંતિત છે. ભારત યુએસ, યુકે, સાઉદી અરેબિયા અને યુએઈ સાથે સતત વાતચીત કરી રહ્યું છે. સુદાનમાં સ્થિતિ ખૂબ જ તંગદીલીભરી છે અને […]

Share:

સુદાનમાં તણાવપૂર્ણ માહોલ છે, ત્યારે ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ દેશો સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે, સરકારી સુત્રોના જણાવ્યાનુસાર, સુદાનમાં કટોકટી જેવી પરિસ્થિતિને વચ્ચે ભારત પોતાના નાગરિકો માટે સતત ચિંતિત છે. ભારત યુએસ, યુકે, સાઉદી અરેબિયા અને યુએઈ સાથે સતત વાતચીત કરી રહ્યું છે. સુદાનમાં સ્થિતિ ખૂબ જ તંગદીલીભરી છે અને જેથી ભારતીય લોકોની અવર-જવર જોખમી બની છે.

હિંસાગ્રસ્ત સુદાનમાં એક ભારતીય નાગરિકનું મોત

સુદાનમાં છેલ્લા 6 દિવસથી સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ઘાતક લડાઈ ચાલુ છે. જેમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગયા અઠવાડિયે હિંસાગ્રસ્ત સુદાનની રાજધાની ખાર્તુમમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. જેથી સોમવારે સુદાનમાં ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને રહેઠાણોની બહાર ન નીકળવા અને શાંતથી રહેવા વિનંતી કરી છે.

સાઉદી અરેબિયા, UAEએ ભારતીયોને મદદની ખાતરી આપી

સુદાનની રાજધાની ખાર્તુમમાં અર્ધલશ્કરી દળો અને સેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ હુમલામાં એક ભારતીયનું પણ મોત થયું છે. જે બાદ સુદાનમાં ભારતીય મિશને ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જોકે, સુદાનમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે ભારત અનેક દેશો સાથે સતત સંપર્ક સાથે સંકલન કરી રહ્યું છે. વિદેશમંત્રીએ સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશમંત્રીઓ સાથે વાતચીત પણ કરી છે. ભારત યુએસ અને યુકે સાથે પણ સતત સંપર્કમાં છે. સુત્રોએ જણાવ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં રાજદૂત અને લંડનમાં હાઈ કમિશનર પોતપોતાની યજમાન સરકારોના સંપર્કમાં છે, ભારત સંયુક્ત રાષ્ટ્ર સાથે સતત કામ કરી રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્ર સુદાનમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.

સુદાનમાં તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારતની એ પ્રાથમિકતા છે કે, લોકો જ્યાં પણ હોય ત્યા સલામતી અને સુખાકારીથી રહી શકે, એવી વ્યવસ્થા ઉભી કરી શકાય. સુત્રોએ ઉમેર્યુ કે, લોકોની સલામતી અને સુરક્ષાને લઇ સરકાર ચોક્કસ કામગીરી કરી રહી છે. નવી દિલ્હીમાં એક કંટ્રોલરૂમ  શરૂ કરાયો છે. સરકાર ખાર્તુમમાં ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે અને ભારતીય સમુદાયની સ્થિતિ અંગે નિયમિત અહેવાલો મેળવી રહી છે. એમ્બેસી વોટ્સએપ ગૃપ સહિતની અનેક વ્યવ્સથાઓ સાથે ભારતીય સમુદાય અને વ્યક્તિઓ સાથે સંપર્કમાં છે.

સુદાનની સૈન્યએ ઑક્ટોબર 2021 માં બળવા કરીને સત્તા કબજે કરી હતી અને ત્યારથી તે સાર્વભૌમ કાઉન્સિલ દ્વારા દેશને ચલાવી રહી છે. સુદાનના નિયંત્રણને લઈને દેશની સેના અને શક્તિશાળી અર્ધલશ્કરી દળો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે.