ભારતની નિકાસમાં સર્વિસ સેક્ટરનો ફાળો વધ્યો

ભારતનાં સેવા ક્ષેત્રે નિકાસમાં વૃદ્ધિને કારણે ભારતની ગત નાણાકીય વર્ષની નિકાસમાં 14 ટકાનો વધારો જોવાયો છે અને દેશની નિકાસ વિક્રમી $770 બિલિયને પહોંચી છે. જ્યારે આયાત વધીને નવી ઊંચાઈએ $892 બિલિયન થઈ છે. વૈશ્વિક ધોરણે વિપરીત પરિસ્થિતિઓને કારણે મંદી વચ્ચે માલસામાનની માંગમાં ઘટાડો નોંધાયો હતો. 2022-23માં ભારતની સર્વિસ સેક્ટરની નિકાસ 27.16 ટકા વધીને 323 અબજ […]

Share:

ભારતનાં સેવા ક્ષેત્રે નિકાસમાં વૃદ્ધિને કારણે ભારતની ગત નાણાકીય વર્ષની નિકાસમાં 14 ટકાનો વધારો જોવાયો છે અને દેશની નિકાસ વિક્રમી $770 બિલિયને પહોંચી છે. જ્યારે આયાત વધીને નવી ઊંચાઈએ $892 બિલિયન થઈ છે. વૈશ્વિક ધોરણે વિપરીત પરિસ્થિતિઓને કારણે મંદી વચ્ચે માલસામાનની માંગમાં ઘટાડો નોંધાયો હતો. 2022-23માં ભારતની સર્વિસ સેક્ટરની નિકાસ 27.16 ટકા વધીને 323 અબજ ડોલર રહી છે. જે 2021-22માં 254 અબજ ડોલર હતી.

માલસામાનની નિકાસમાં માત્ર 6 %ની વૃધ્ધિ સાથે $447 બિલિયન નોંધાયું હતું કે જે   નોંધાઈ હતી જે વધારો તો દર્શાવે છે પણ તે ગયા વર્ષની શરૂઆતમાં જેટલું થવાની ધારણા હતી તેનાં કરતાં ઓછું છે. આયાત 16.5% વધીને $714 બિલિયન થઈ છે જેના કારણે વેપાર ખાધ સર્જાઇ છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, વૈશ્વિક આર્થિક પરિસ્થિતી ખરાબ હોવા છતાં આપણી નિકાસ સારી રહી છે. જો કે, નિકાસના આંકડા જોઈ એટલો દિલાસો મળ્યો કે તે 2022-23 ના $ 772 બિલિયન  અંદાજને અનુરૂપ રહ્યા. જીએસટીની આવક ઊંચી રહી છે ફુગાવો પણ ભારતીય રિઝર્વ બેન્કની ધારણા પ્રમાણે અનુકૂળ રહ્યો છે. દેશનું ફોરેન એક્સચેન્જ ભંડોળ પણ મજબૂત છે તેટલું જ નહીં ભારત વિશ્વની સુથી વધુ ઝડપથી વિકસ્તી ઇકોનામી પણ છે. જે દેશનાં મુડને દર્શાવે છે. 

આગામી વર્ષે પણ સારી કામગીરી જળવાઈ રહેશે તેવો નિકાસકારોનો મત છે અને 30 ક્ષેત્રોમાંથી 17 ક્ષેત્રો ગત નાણાંકીય વર્ષ દરમ્યાન વિકાસ પામ્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ, ફાર્મા, કેમિકલ અને મરીન સેક્ટરની નિકાસમાં વૃદ્ધિ નોંધાતા 2022-23માં દેશની નિકાસમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી  છે.

2022-23માં આયાત 16.5 ટકા વધીને 714 અબજ ડોલર રહી છે. જે 2021-22માં 613 અબજ ડોલર હતી.તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ, ફાર્મા, કેમિકલ અને મરીન સેક્ટરની નિકાસમાં વૃદ્ધિ નોંધાતા 2022-23માં દેશની નિકાસમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી  છે.

2022-23માં આયાત 16.5 ટકા વધીને 714 અબજ ડોલર રહી છે. જે 2021-22માં 613 અબજ ડોલર હતી. વાણિજય અને ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે 2022-23માં ગુડ્સ અને સર્વિસ બંનેની કુલ નિકાસ 14 ટકા વધીને 770 અબજ ડોલર રહી છે. જે 2021-22માં 676 અબજ ડોલર હતી.

11 થી 13 એપ્રિલ સુધીના ત્રણ દિવસ માટે ફ્રાન્સ અને ઇટાલીના પ્રવાસે ગયેલા ગોયલે જણાવ્યું હતું કે વર્ષ 2022-23ના નિકાસના કુલ આંકડા જાહેર કરતા મને આનંદ થઇ રહ્યો છે.