India Mobile Congress: વડાપ્રધાને કહ્યું, વિશ્વનાં ટોપ-3 સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમમાં ભારત સામેલ

India Mobile Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેના ભારત મંડપમ ખાતે 7મી ભારતીય મોબાઈલ કોંગ્રેસ (India Mobile Congress)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 ‘5G યુઝ કેસ લેબ્સ’ પ્રદાન કરી હતી. આ પ્રયોગશાળાઓને ‘100 5G લેબ્સ પહેલ’ અંતર્ગત વિકસિત કરવામાં આવી રહી છે.  આ પ્રસંગે તેમણે ભારતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ […]

Share:

India Mobile Congress: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતેના ભારત મંડપમ ખાતે 7મી ભારતીય મોબાઈલ કોંગ્રેસ (India Mobile Congress)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 ‘5G યુઝ કેસ લેબ્સ’ પ્રદાન કરી હતી. આ પ્રયોગશાળાઓને ‘100 5G લેબ્સ પહેલ’ અંતર્ગત વિકસિત કરવામાં આવી રહી છે.  આ પ્રસંગે તેમણે ભારતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ (Startup Ecosystem) અંગે પણ વાત કરી હતી.

વધુ વાંચો: Ram Temple Inauguration: 22મી જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન મોદી રહેશે હાજર

7મી India Mobile Congressનું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી ખાતે 7મી ભારતીય મોબાઈલ કોંગ્રેસ, 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ ત્યાં આયોજિત પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી. જેમાં દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી તેમને નવી ટેક્નોલોજી અંગેની જાણકારી આપતા જોવા મળ્યા હતા. 

વડાપ્રધાન મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, “આજે દરરોજ ટેક્નોલોજીમાં થઈ રહેલા પરિવર્તનના કારણે આપણે કહી શકીએ કે ધ ફ્યુચર ઈઝ હીઅર એન્ડ નાઉ. આ એક્ઝિબિશનમાં મેં ફ્યુચરની એક ઝલક જોઈ. ટેલિકોમ, ટેક્નોલોજી, કનેક્ટિવિટી, 6G, AI, સાઈબર સિક્યોરિટી, સેમી કન્ડક્ટર, ડ્રોન, સ્પેસ સેક્ટર કે પછી અન્ય કોઈ પણ સેક્ટર માટે આગામી  સમય ખૂબ અલગ હશે. આપણી યુવા પેઢી દેશના ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે તે આનંદની વાત છે, તેઓ ટેક્નોલોજીને લીડ કરી રહ્યા છે.” 

ભારતની Startup Ecosystem ટોપ-3માં સામેલ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સ્ટાર્ટઅપ્સ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન લઈ રહ્યા છે. આ સાથે જ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા વધી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખૂબ ઓછા સમયમાં આપણે યુનિકોર્ન સેન્ચ્યુરી લગાવી છે અને વિશ્વની ટોપ-3 સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ (Startup Ecosystem)માં સ્થાન મેળવ્યું છે. 

પોતાની વાત આગળ વધારતા વડાપ્રધાને કહ્યું હતું કે, 2014માં આપણા પાસે માત્ર અમુક સ્ટાર્ટઅપ જ હતા પરંતુ હવે આ આંકડો 1 લાખને પણ પાર કરી ગયો છે. આ સાથે જ તેમણે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય મોબાઈલ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા એસ્પાયર પ્રોગ્રામની પણ પ્રશંસા કરી હતી. 

વધુ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GPC ઈન્ફ્રાને બ્લેક લિસ્ટ કરવા આદેશ આપ્યો

400 સ્ટાર્ટઅપ્સ સહભાગી બન્યા 

ભારતીય મોબાઈલ કોંગ્રેસ (India Mobile Congress)માં 22 દેશોના આશરે 5,000 સીઈઓ લેવલના ડેલિગેટ્સ, 230 પ્રદર્શની અને 400 સ્ટાર્ટઅપ્સ સહિત અન્ય કેટલાય સ્ટેકોલ્ડર સામેલ થયા છે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

આત્મનિર્ભર પેવેલિયનની મુલાકાત દરમિયાન વડાપ્રધાને છોડ, વૃક્ષના પોષણ માટે સેન્સરના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી. VIના સ્ટોલ પર તેમણે આઈટી સોલ્યુશનનું અવલોકન કર્યું હતું અને તે સમયે કુમાર મંગલમ બિરલા પણ જોડાયા હતા. તે સિવાય ગ્રામીણ ભારતમાં ટેક્નોલોજી અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘જાદુ ગિન્ની કા’નું અવલોકન કર્યું હતું.