વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશ શક્તિશાળી બન્યો છે: શિવરાજસિંહ ચૌહાણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત હવે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું હોવાનું મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે. તેઓ મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં હાંસલ કરેલી સિદ્ધિ લોકો સમક્ષ લાવવા અંગેના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.  મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને વિશ્વના મોટા નેતાઓ આવકારી રહ્યા છે અને આપણું રાષ્ટ્ર એક […]

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત હવે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું હોવાનું મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે.

તેઓ મધ્યપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં હાંસલ કરેલી સિદ્ધિ લોકો સમક્ષ લાવવા અંગેના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને વિશ્વના મોટા નેતાઓ આવકારી રહ્યા છે અને આપણું રાષ્ટ્ર એક શક્તિશાળી રાષ્ટ્ર બની રહ્યું છે. એક નવા ભારતનો વિકાસ થયો છે અને આપણાથી પાકિસ્તાન ડરે  છે અને ચીન પણ કડક વલણ અપનાવી શકતું નથી તેમ તેમણે જણાવ્યું હતું. 

મોદી સરકારની આગેવાની હેઠળ, ભારતે દ્રઢતાથી કોવિડ મહામારીનો સામનો કર્યો અને મોટા પાયે રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયે ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર લાવવાના કામની પણ તેમણે પ્રશંશા કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, તેમના નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશની સરકારે અનેક રસ્તાની યોજના પૂર્ણ કરી છે. વીજળી અને પાણીની અનેક યોજનાઓ હેઠળ કામ કરી લોકોની સુવિધામાં વૃદ્ધિ કરી છે. આ ઉપરાંત રાજ્યમાં મહિલાઓ, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ માટે અસંખ્ય કલ્યાણકારી યોજના હાથ ધરી છે. 

આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના ભાજપના વડા વિષ્ણુ દત્ત શર્માએ કોંગ્રેસ કાળમાં થયેલા ભ્રષ્ટાચારને યાદ કર્યો હતો અને જણાવ્યું કે, તેને કારણે લોકોને વીજળી અને પાણીની પરેશાનીનો સામનો કરવો પડતો હતો. રસ્તાઓની હાલત પણ ખરાબ હતી. 

ભૂતકાળમાં રાજીવ ગાંધી જણાવ્યું હતું કે, વિકાસ માટે ખર્ચાતા એક રૂપિયાના 15 પૈસા જ જનતા પાસે પહોંચે છે. પરંતુ ભાજપની સરકારમાં જન ધન યોજના હેઠળ દરેક રૂપિયો તેના લાભાર્થી પાસે જઈ રહ્યો છે. જન ધન યોજના હેઠળ એકાઉન્ટ ખોલવાની શરૂઆત કરાઇ હતી ત્યારે કોંગ્રેસ દ્વારા લોકોમાં અનેક જાતના ડર પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ યોજનાએ વિકાસની એક નવી જ સ્ક્રિપ્ટ લખી છે. 

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, વિષ્ણુ દત્ત શર્મા દ્વારા 16મી સદીના ગોંડવાના શાસક રાણી દુર્ગાવતીની યાદમાં ‘વીરાંગના રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રાઓ’ને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ યાત્રા 27 જૂને શહડોલ ખાતે એક કાર્યક્રમમાં સમાપ્ત થશે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે.