ભારતે ચીનને પછાડ્યું, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

ભારત હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે યુનાઇટેડ નેશન્સ એ આ વાત પર મહોર લગાવી દીધી છે. યુનાઇટેડ નેશન્સ  જનસંખ્યા કોષના આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે 29 લાખ વધુ છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે […]

Share:

ભારત હવે દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત ચીનની વસ્તીથી આગળ નિકળી ગયાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે યુનાઇટેડ નેશન્સ એ આ વાત પર મહોર લગાવી દીધી છે. યુનાઇટેડ નેશન્સ  જનસંખ્યા કોષના આંકડા પ્રમાણે ભારતની વસ્તી હાલ ચીનના મુકાબલે 29 લાખ વધુ છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને જનસંખ્યાના મામલામાં ક્યારે પાછળ છોડ્યું છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ પ્રમાણે દુનિયાની વસ્તી હવે 8 અબજથી વધુ થઈ ગઈ છે. જનસંખ્યા કોષના રિપોર્ટનું શીર્ષક ‘હવે અબજો જિંદગીઓ, અનંત સંભાવનાઓ છે.’

યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 86 લાખ છે, તો ચીનની વસ્તી હવે 1 અબજ 42 કરોડ 57 લાખ છે. આ રીતે બંને દેશોની વસ્તીમાં 29 લાખનું અંતર આવી ગયું છે. 1950થી યુનાઇટેડ નેશન્સ જનસંખ્યાનો આંકડો રાખે છે અને ત્યારથી આ પ્રથમવાર છે, જ્યારે ભારતે વસ્તીના મામલામાં ચીનને પાછળ છોડી દીધુ છે. યુનાઇટેડ નેશન્સ જનસંખ્યા કોષના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે જણાવ્યુ- હાં તે સ્પષ્ટ નથી કે ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું છે. હકીકતમાં બંને દેશો વચ્ચે સીધી રીતે તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે. તેમણે કહ્યું કે આ રિપોર્ટથી સ્પષ્ટ છે કે ચીનની જનસંખ્યાનું લેવલ પાછલા વર્ષે પીક પર પહોંચી ગયું હતું અને હવે તેમાં ઘટાડો થવા લાગ્યો છે. તો ભારતની વસ્તી હાલ વધારાની દિશામાં છે. પરંતુ ભારતની પણ વસ્તીનો ગ્રોથ રેટ 1980 બાદ ઘટાડા તરફ છે. તેનો મતલબ તે થયો કે ભારતમાં વસ્તી તો વધી રહી છે પરંતુ તેનો દર પહેલાના મુકાબલે ઓછો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની 25 ટકા વસ્તી 0થી 14 વર્ષ વચ્ચેની છે. આ સિવાય 18 ટકા લોકો 10થી 19 વર્ષ વચ્ચેના છે. 

તો 10થી 24 વર્ષ સુધીના લોકોની સંખ્યા 26 ટકા જેટલી છે. દેશમાં 68 ટકા વસ્તીની ઉંમર 15થી 64 વર્ષ છે. તો 7 ટકા લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. તો ચીનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 14 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના લોકોનું આયુષ્ય ભારતના મુકાબલે સારૂ છે. ચીનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 82 વર્ષ છે અને પુરૂષોનું 76 વર્ષ છે. આ સિવાય ભારતમાં મહિલાઓની સરેરાશ ઉંમર 74 વર્ષ છે, જ્યારે પુરૂષોની 71 વર્ષ છે.