સુદાનમાંથી ભારતીયોને સલામત બહાર લાવવાની કામગીરી માટે નૌ સેના અને વાયુ સેના તત્પર 

ભારત સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે.  ઝડપી કામગીરીના ભાગરૂપે  ભારતીય વાયુસેનાના બે જહાજ જેદાહમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. INS સુમેધા પણ સુદાન પોર્ટ પહોંચી ગઈ છે.  જો કે, ભારત તેના નાગરિકોને સુદાનમાં સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે જમીનના માર્ગોનો પણ વિકલ્પ વિચારી રહી છે. 150 થી વધુ […]

Share:

ભારત સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે.  ઝડપી કામગીરીના ભાગરૂપે  ભારતીય વાયુસેનાના બે જહાજ જેદાહમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. INS સુમેધા પણ સુદાન પોર્ટ પહોંચી ગઈ છે.  જો કે, ભારત તેના નાગરિકોને સુદાનમાં સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે જમીનના માર્ગોનો પણ વિકલ્પ વિચારી રહી છે.

150 થી વધુ લોકો એક દિવસ અગાઉ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા, સાઉદી સિવાય, તેમાં ભારત સહિત 12 અન્ય દેશોનાં પણ નાગરિકો હતા. સુદાનમાં હાલ સૈન્ય અને વિરોધીઓ વચ્ચે હિંસામાં અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. અને ત્રણ હજારથી વધુ લોકો ઘવાયા છે. જેનો ભોગ ભારતીયો ન બને તે હેતુથી આ  કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખાર્તુમમાં એરપોર્ટ કાર્યરત નહીં હોવાથી અને ત્યાં ભીષણ હિંસા ચાલી રહી હોવાથી  સુરક્ષિત જમીન માર્ગોની શોધ કરવામાં આવી રહી છે. તેમને પહેલા સુરક્ષિત ઝોનમાં ખસેડવા માટે જમીન માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે, જે પ્રાથમિકતા છે.

15 એપ્રિલના રોજ રાજધાની ખાર્તુમ અને સુદાનના અન્ય પ્રદેશોમાં આર્મી ચીફ અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેના નાયબથી હરીફ બનેલા મોહમ્મદ હમદાન ડાગ્લોને વફાદાર દળો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. 

વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોને સુરક્ષિત રીતે સુદાનમાંથી બહાર કાઢવા માટે ઇમર્જન્સી યોજના તૈયાર કરવામાં આવી છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં વિવિધ સ્થળોએ ભીષણ હિંસાના અહેવાલો સામે આવ્યા હતા. જે બાદ સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસામાન્ય થઇ ગઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીયોની સુરક્ષા માટે સુદાનનાં સત્તાધીશો ઉપરાંત સુદાન સ્થિત ભારતીય દૂતાવાસ  સાઉદી અરેબિયા, યુનાઈટેડ નેશન્સ, ઈજિપ્ત અણે અમેરિકા સહિત અન્ય દેશો સાથે ચર્ચા અને સંકલન  કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું, “અમારી તૈયારીઓના ભાગરૂપે, ભારત સરકાર આ મિશનને ઝડપથી પૂર્ણ કરવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહી છે.”

અમેરિકાના સુરક્ષા વિભાગ દ્વારા ખાર્તુમમાં દૂતાવાસની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરાઇ છે અને તમામ દૂતાવાસના કર્મચારીઓને ખસેડી લેવામાં આવ્યા છે. અમેરિકી અંદર સેક્રેટરી ફોર મેનેજમેન્ટ એમ્બેસેડર બાસએ જણાવ્યું કે, તમે સોશિયલ મીડિયા પર અહેવાલો જોયા કે, રેપિડ સિક્યોરીટી ફોર્સ અમને આ ઓપરેશનમાં સંકલન કરી મદદ કરી રહ્યું છે. પણ હકીકતે તેઓએ  માત્ર આ ઓપરેશન દરમ્યાન અમારા સર્વિસ મેમ્બરોને પર ફાયરિંગ કર્યું નહીં.