India Vs Pakistan Match: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો લિસ્ટ

India Vs Pakistan Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાની છે. ભારત-પાકિસ્તાન મેચ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટો પણ વેચાઈ ચુકી છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટેના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે ઓછા ભાડામાં બે હાઈ-સ્પીડ સ્પેશિયલ ટ્રેન (Special […]

Share:

India Vs Pakistan Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાવાની છે. ભારત-પાકિસ્તાન મેચ માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચની ટિકિટો પણ વેચાઈ ચુકી છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટેના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે ઓછા ભાડામાં બે હાઈ-સ્પીડ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદમાં (Ahmedabad)આયોજિત ભારત-પાકિસ્તાનની મેચ (India Vs Pakistan match) જોવા આવનારા દર્શકોની ભીડને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ (Ahmedabad) વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (Special Train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પશ્ચિમ રેલવેના PRO સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે 09013 નંબરવાળી સ્પેશિયલ ટ્રેન (Special Train)મુંબઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબર, શુક્રવારે રાત્રે 9:30 કલાકે તેની મુસાફરી શરૂ કરશે અને તે 14 ઓક્ટોબર (India Vs Pakistan Match) શનિવારના રોજ સવારે 5:30 કલાકે અમદાવાદ (Ahmedabad) પહોંચશે તેમજ પરત ફરવા માટે, ટ્રેન નંબર 09014 અમદાવાદથી 15 ઓક્ટોબર, રવિવારે સવારે 4:09 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12:10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

India Vs Pakistan Match માટે સ્પેશિયલ ટ્રેન

ટ્રેનમાં (Special Train) વિવિધ ડબ્બાઓ છે, જેમાં AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે. ટિકિટ બુકિંગ આજથી એટલે કે 12 ઓક્ટોબરથી બંને PRS કાઉન્ટર પર અને IRCTC વેબસાઈટ દ્વારા ઉપલબ્ધ થશે. આ ટ્રેન બંને દિશામાં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC-2 ટિયર, AC-3 ટિયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ અને જનરલ કોચ હશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેજસ એક્સપ્રેસ, વંદે ભારત, શતાબ્દી અને ડબલ ડેકર ટ્રેનોની વેઈટિંગ લિસ્ટ શુક્રવારની મુસાફરી માટે 40 વ્યક્તિઓને વટાવી ગઈ હતી અને રવિવારે અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે.

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર શરૂ કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન (Special Train) તરીકે દોડશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન મેચ (India Vs Pakistan match) દરમિયાન ગુજરાત પોલીસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF) અને હોમગાર્ડ્સ જેવી વિવિધ એજન્સીઓના 11,000થી વધુ જવાનોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. 

વધુ વાંચો: IND VS PAK World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે NSG ટીમો તૈનાત કરાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium)માં રમાનારી મેચને (India Vs Pakistan match) લઈને ભારત અને પાકિસ્તાનની ટીમો અમદાવાદમાં આવી ચૂકી છે. પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત ખાતે રોકાઈ છે, જ્યારે ભારતની ટીમ ITC નર્મદા હોટલ ખાતે રોકાઈ છે.