NCERTના પુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવશે!

NCERT: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના પુસ્તકોમાં ટૂંક સમયમાં ઈન્ડિયાને બદલે ભારત (Bharat) લખવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી પેનલે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.   સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું […]

Share:

NCERT: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના પુસ્તકોમાં ટૂંક સમયમાં ઈન્ડિયાને બદલે ભારત (Bharat) લખવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી પેનલે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.  

સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે સાત સભ્યોની પેનલ દ્વારા આપવામાં આવેલી સર્વસંમતિથી ભલામણનો ઉલ્લેખ સામાજિક વિજ્ઞાન પરના તેના અંતિમ પોઝિશન પેપરમાં કરવામાં આવ્યો છે, જે નવા NCERT પુસ્તકોના વિકાસ માટે પાયો નાખવા માટેનો મુખ્ય પ્રિસ્ક્રિપ્ટિવ દસ્તાવેજ છે. આ ઉપરાંત અભ્યાસક્રમમાંથી પ્રાચીન ઈતિહાસને હટાવીને શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

સીઆઈ આઈઝેકે કહ્યું હતું કે વિષ્ણુપુરાણ જેવા ગ્રંથમાં ભારત (Bharat)નો ઉલ્લેખ છે, જે 7 હજાર વર્ષ જૂનો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને 1757ના પ્લાસીના યુદ્ધ પછી ઈન્ડિયા નામનો સામાન્ય રીતે ઉપયોગ થવા લાગ્યો. આવી સ્થિતિમાં દેશ માટે માત્ર ભારત નામનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો: ઓપરેશન અજય અંતર્ગત 2 નેપાળીઓ સહિતની છઠ્ઠી ફ્લાઈટનું દિલ્હીમાં આગમન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G20 રાત્રિભોજન માટે મોકલેલા આમંત્રણમાં “ઈન્ડિયાના રાષ્ટ્રપતિ” ના બદલે નામે “ભારત (Bharat)ના રાષ્ટ્રપતિ” નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંબોધનને લઈને રાજકીય વિવાદ શરૂ થયો હતો. 

ત્યારબાદ સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ભારત(Bharat)’ નેમપ્લેટ ટેબલ પર રાખવામાં આવી હતી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે G20 લીડર્સ સમિટને સંબોધિત કરતી વખતે PM મોદીના ટેબલ પર ભારત લખેલું જોવા મળ્યું હતું.

વધુ વાંચો: વાઘ બકરી ચાના માલિક Parag Desaiનું બ્રેઈન હેમરેજના કારણે નિધન

NCERT નવાં નામ માટે તૈયાર

સીઆઈ આઈઝેકે વધુમાં જણાવ્યું હતું કે પેનલ, જે NCERT દ્વારા 2021માં વિવિધ વિષયો અને થીમ્સ પર સ્થિતિના પેપર તૈયાર કરવા માટે રચાયેલી 25 સમિતિઓમાંની એક છે, તેણે પુસ્તકોમાં ‘પ્રાચીન ઈતિહાસ’ને બદલે ‘શાસ્ત્રીય ઈતિહાસ’ દાખલ કરવાની ભલામણ કરી છે.

તેમણે કહ્યું કે અંગ્રેજોએ ભારતીય ઈતિહાસને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યો – પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક જેમાં ભારતને અંધકારમાં, વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રગતિથી અજ્ઞાન દર્શાવવામાં આવ્યું હતું. જો કે, તે યુગમાં ભારતની સિદ્ધિઓના ઘણા ઉદાહરણોમાં આર્યભટ્ટનું સૌરમંડળના મોડેલ પર કામ સામેલ છે.

સીઆઈ આઈઝેકે કહ્યું, “તેથી, અમે સૂચન કર્યું છે કે ભારતીય ઈતિહાસનો શાસ્ત્રીય સમયગાળો મધ્યકાલીન અને આધુનિક સમયગાળાની સાથે શાળાઓમાં ભણાવવો જોઈએ.” 

તેમને કહ્યું કે અમે સૂચન કર્યું છે કે હિન્દુ યોદ્ધાઓની જીત સાથે જોડાયેલી વાર્તાઓને પણ NCERTના અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ. હાલમાં પુસ્તકોમાં ફક્ત નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે મુઘલો અને સુલતાનો પર કેવી રીતે જીત મેળવી એ કહેવામાં આવ્યું નથી. NCERTના પુસ્તકોમાં એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું હતું. 

Tags :