Indian Army: અગ્નિવીર અમૃતપાલ સિંહને નહીં મળે ગાર્ડ ઓફ ઓનર્સ: જાણો કારણ

Indian Army: પંજાબના અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહના મૃત્યુ મામલે ભારતીય સેના (Indian Army) દ્વારા ફરી એક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતીય સેનાએ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહનું મોત 11 ઓક્ટોબર, 2023ના રોજ સંત્રી ડ્યુટી દરમિયાન પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી એટલે થયું હતું.” Indian Armyની સ્પષ્ટતા ભારતીય […]

Share:

Indian Army: પંજાબના અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહના મૃત્યુ મામલે ભારતીય સેના (Indian Army) દ્વારા ફરી એક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતીય સેનાએ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહનું મોત 11 ઓક્ટોબર, 2023ના રોજ સંત્રી ડ્યુટી દરમિયાન પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી એટલે થયું હતું.”

Indian Armyની સ્પષ્ટતા

ભારતીય સેનાએ 15મી ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહને ગાર્ડ ઓફ ઓનર ( guard of honour) શા માટે ન આપવામાં આવ્યું તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું હતું કે, અમૃતપાલ સિંહના અંતિમ સંસ્કારમાં સૈન્ય સન્માન (ગાર્ડ ઓફ ઓનર) એટલા માટે ન આપવામાં આવ્યું કારણ કે, તેમનું મોત આત્મહત્યાના કારણે થયું છે. સેના પોતાની જાતને પહોંચાડવામાં આવેલી ઈજાથી થયેલા મૃત્યુમાં આ પ્રકારનું સન્માન નથી આપતી. 

પૂંછ સેક્ટરમાં સેનાની જમ્મુ કાશ્મીર રાઈફલ્સ યુનિટની એક બટાલિયનમાં કાર્યરત અમૃતપાલ સિંહનું 11મી ઓક્ટોબર, 2023ના રોજ મૃત્યુ થયું હતું. ત્યાર બાદ 13 ઓક્ટોબરના રોજ પંજાબના મનસા જિલ્લા ખાતે આવેલા તેમના પૈતૃક ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

વધુ વાંચો: રમેશ બિધુડીની ટિપ્પણી જાતિ ગણતરીના મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે: રાહુલ ગાંધી

અમૃતપાલ સિંહના મૃત્યુનો વિવાદ

અગ્નિવીર (Agniveer) અમૃતપાલ સિંહના મૃત્યુ બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર (guard of honours) ન આપવામાં આવ્યું તેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. જોકે સેના દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતામાં જણાવાયું છે કે, અમૃતપાલ સિંહના મૃત્યુના તથ્ય અંગે ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે. સેના પોતાના સૈનિકોમાં તેઓ અગ્નિપથ યોજના પહેલા જોડાયેલા કે બાદમાં તેના આધાર પર કોઈ ભેદભાવ નથી કરતી. 

આ સાથે જ ભારતીય સેના (Indian Army)એ એક અગ્નિવીર (Agniveer)એ ફરજ દરમિયાન પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી તેનાથી પરિવાર અને સેનાને મોટું નુકસાન થયું છે તેમ પણ જણાવ્યું હતું. 

ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 2001 બાદથી દર વર્ષે 100-140 સૈનિકોના આત્મહત્યાના લીધે કે પોતાની જાતને ઈજા પહોંચાડવાથી મોત થયા છે. આ પ્રકારના કેસમાં સૈન્ય અંતિમ સંસ્કારની મંજૂરી નથી. જોકે અંતિમ સંસ્કાર માટે નાણાકીય સહાય ઉપરાંત મૃતકના પદને આધીન નાણાકીય સહાય કરવામાં આવે છે.

. શરૂમાં અમૃતપાલ સિંહને આતંકવાદીઓની ગોળી વાગી હોવાનું માનવામાં આવતું હતું. જોકે તેમણે આત્મહત્યા કરી હોવાથી તેમના પાર્થિવ દેહને સેનાના વાહનને બદલે ખાનગી વાહનમાં પરિવારજનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સેનાના 2 જવાન તેમના પાર્થિવ દેહને પરિવારને સુપરત કરીને પરત ફર્યા હતા. ત્યારે ભારતીય સેના દ્વારા અમૃતપાલ સિંહને ગાર્ડ ઓફ ઓનર ન આપવામાં આવ્યું તેને લઈ વિવિધ પાર્ટીના નેતાઓએ સરકાર સામે નિશાન સાધ્યું છે. 

વધુ વાંચો: વડાપ્રધાન મોદીએ યજમાન પદ માટે ભારતની દાવેદારીને લઈ અપાવ્યો વિશ્વાસ