ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ચીની નાગરિકનો જીવ બચાવ્યો, કાર્ડિયાક એરેસ્ટ આવતા તેને એરલિફ્ટ કરાયો

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની દરિલાદિલી સામે આવી છે.  ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં ફસાયેલા ચીની નાગરિકનો જીવ બચાવી સૌના દિલ જીતી લીધા છે. 16 ઓગસ્ટે મોડી રાત્રે અરબી સમુદ્રમાં ફસાયેલા એક ચીની નાગરિકને બચાવવા તેને એરલિફ્ટ કરાયો હતો. ચીની નાગરિક પનામા રિસર્ચ વેસલમાં ચીનથી UAE જઈ રહ્યો હતો, આ દરમિયાન તેણે કાર્ડિયાક અરેસ્ટની ફરિયાદ કરી. મુંબઈમાં […]

Share:

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની દરિલાદિલી સામે આવી છે.  ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં ફસાયેલા ચીની નાગરિકનો જીવ બચાવી સૌના દિલ જીતી લીધા છે. 16 ઓગસ્ટે મોડી રાત્રે અરબી સમુદ્રમાં ફસાયેલા એક ચીની નાગરિકને બચાવવા તેને એરલિફ્ટ કરાયો હતો. ચીની નાગરિક પનામા રિસર્ચ વેસલમાં ચીનથી UAE જઈ રહ્યો હતો, આ દરમિયાન તેણે કાર્ડિયાક અરેસ્ટની ફરિયાદ કરી. મુંબઈમાં મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરને આ માહિતી આપવામાં આવી હતી.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ચીની નાગરિકને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું

આ પછી ભારતીય કોસ્ટ ગાર્ડે તેને બચાવવા માટે ખરાબ હવામાનમાં સમુદ્રની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારતીય કોસ્ટ ગાર્ડે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાની માહિતી આપી છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે કે અંધકાર વચ્ચે કોસ્ટ ગાર્ડ એએલએચ અને કોસ્ટ ગાર્ડ એએસ દમણ દ્વારા ચીની નાગરિકને બચાવવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ચીની નાગરિકની માહિતી મળ્યા પછી કોઈ પણ વિલંબ વિના ચીની નાગરિકના જહાજનો સંપર્ક કરવામાં આવ્યો. આ સમય દરમિયાન જહાજ અરબી સમુદ્રમાં 200 નોટિકલ માઈલ (નોટીકલ માઈલ) દૂર હાજર હતું. ફોન પર જ જરૂરી દવાઓ સૂચવવામાં આવી હતી. આ પછી તેને એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર MK-III નો ઉપયોગ કરી ઓપરેશન હાથ ધરાયું હતું. હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા બાદ તરત તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેના પછી વધુ તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે x (ટ્વિટર) પર આ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઘોર અંધારામાં કેવી રીતે એક ચીની નાગરિકનો જીવ બચાવવામાં આવ્યો. એરલિફ્ટ કરાયાના ગણતરીની સેકન્ડમાં જ તેને મેડિકલ સુવિધા પણ હેલિકોપ્ટરમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

અગાઉ પણ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ચીની નાગરિકોના વ્હારે આવી છે

16 ઓગસ્ટની ઘટના પહેલીવાર નથી જ્યારે ભારતે વિદેશી નાગરિકોના જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હોય. મે મહિનાની શરૂઆતમાં, ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં 38 લોકો સાથે ડૂબી ગયેલા ચીની જહાજની શોધ અને બચાવ માટે P-81 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ તૈનાત કર્યું હતું. નેવીએ કહ્યું હતું કે 17 મેના રોજ ખરાબ હવામાન હોવા છતાં પી-81 એરક્રાફ્ટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

નેવીએ કહ્યું કે 17 મેના રોજ ચીની જહાજ લુ પેંગ યુઆન 028ના ડૂબી જવાના સમાચાર મળતા જ ભારતીય નૌકાદળે તરત જ કાર્યવાહી કરી અને લગભગ 900 નોટિકલ માઈલ દૂર દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેના જાસૂસી વિમાન તૈનાત કર્યા. ડૂબી ગયેલા ચાઈનીઝ જહાજના ક્રૂ મેમ્બર્સમાં ચીન, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના નાગરિકો સામેલ છે.