દુબઈની આગમાં 4 ભારતીયો હોમાયા

સંયુક્ત આરબ અમીરાતના દુબઈના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગની ઘટનામાં જીવ ગુમાવનારા 16 લોકોમાં કેરળના એક દંપત્તિ સહિત ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર અકસ્માત સમયે દંપત્તિ તેમના પડોશીઓ માટે ઇફ્તારની તૈયારી કરી રહ્યું હતું. કેરળના મલ્લપુરમમાં રહેતા રિજેશ કલંગદાન અને તેની પત્ની જેશી કંદમંગલથ શનિવારે સાંજે તેમના મુસ્લિમ પડોશીઓને ઉપવાસ તોડવા માટે ઇફ્તાર […]

Share:

સંયુક્ત આરબ અમીરાતના દુબઈના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગની ઘટનામાં જીવ ગુમાવનારા 16 લોકોમાં કેરળના એક દંપત્તિ સહિત ચાર ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર અકસ્માત સમયે દંપત્તિ તેમના પડોશીઓ માટે ઇફ્તારની તૈયારી કરી રહ્યું હતું.

કેરળના મલ્લપુરમમાં રહેતા રિજેશ કલંગદાન અને તેની પત્ની જેશી કંદમંગલથ શનિવારે સાંજે તેમના મુસ્લિમ પડોશીઓને ઉપવાસ તોડવા માટે ઇફ્તાર આપવાની તૈયાર કરી રહ્યા હતા. એ સમયે આ ભંયકર આગ લાગવાની ઘટના બની હતી.

કલંગદાન ટુર એન્ડ ટ્રાવેલ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર હતા, જ્યારે કંદમંગલથ શાળાના શિક્ષક હતા. એક ખાનગી સમાચાર એજન્સી અનુસાર આ દંપત્તિ શનિવારે વિશુની ઉજવણી કરી રહ્યું હતું. તે કેળાના પાન પર પીરસવામાં આવતું ભોજન વિશુસાધ્યા બનાવી રહ્યા હતા. તેણે એમના કેરળના એક મુસ્લિમ પડોશીઓને આ ઈફ્તાર માટે આમંત્રણ આપ્યું હતું.

એપાર્ટમેન્ટ નંબર 409માં અન્ય સાત લોકો સાથે રહેતા તેમનું પણ આ આગ લાગવાના કારણે મોત થયું છે. આ અંગે વાત કરતા રિયાસ કકમ્બમે જણાવ્યું કે ફ્લેટ 406માં રહેતું દંપત્તિ ખૂબ જ મૈત્રીપૂર્ણ હતું. તે અવારનવાર તેમને પોતાના તહેવારોમાં બોલાવતો હતો. આ વખતે તેઓએ અમને ઇફ્તાર માટે આમંત્રણ આપ્યું હતું કારણ કે રમઝાન ચાલી રહ્યો છે.

રિયાસે જણાવ્યું કે તેણે છેલ્લે દંપત્તિને તેમના એપાર્ટમેન્ટની બહાર જોયો હતો. તેણે કહ્યું, ‘મેં શિક્ષકને રડતા જોયા. બાદમાં ફોનનો કોઈ જવાબ મળ્યો ન હતો. મેં જોયું કે રિજેશ છેલ્લે 12.35 વાગ્યે વોટ્સએપ પર ઓનલાઈન હતો. હું વિશ્વાસ કરી શકતો નથી કે જે વ્યક્તિએ મને રવિવારની ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં આટલી મદદ કરી છે. જેમણે મને ઈફ્તાર માટે આમંત્રણ આપ્યું અને હવે આજે તેઓ નથી.

બિલ્ડિંગમાં આગ લાગવાથી 16ના મોત

તમને જણાવી દઈએ કે દુબઈના સૌથી જૂના વિસ્તારોમાંથી એક અલ-રાસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, દુબઈ સિવિલ ડિફેન્સ ઓપરેશન્સ રૂમમાં શનિવારે બપોરે લગભગ 12.35 વાગ્યે આગ લાગવાનો કોલ આવ્યો, જેના પછી દુબઈ સિવિલ ડિફેન્સ હેડક્વાર્ટરની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે અકસ્માતમાં ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના વરિષ્ઠ અધિકારી બિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “મૃતકોમાં રિજેશ કલંગદાન (38), તેની પત્ની જેશી કંદમંગલથ (32), ગુડુ સલિયાકુંડુ (49) અને ઇમામકાસિમ અબ્દુલ ખાદર (43)નો સમાવેશ થાય છે.