હવે ભારત પણ દરિયામાંથી દુશ્મનની ઉડતી મિસાઇલ તોડી શકશે!

નવી દિલ્હી: સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે 21 એપ્રિલે બંગાળની ખાડીમાં ઓડિશાથી સમુદ્ર-આધારિત એન્ડો-એટમોસ્ફેરિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પ્રથમ ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક કર્યું છે. આ પરીક્ષણથી ભારતીય નૌકાદળની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. નૌકાદળ અને DRDOએ સાથે કામ કરી સિદ્ધિ મેળવી ઇન્ડિયન નેવીએ DRDO સાથે મળીને એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. […]

Share:

નવી દિલ્હી: સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે 21 એપ્રિલે બંગાળની ખાડીમાં ઓડિશાથી સમુદ્ર-આધારિત એન્ડો-એટમોસ્ફેરિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પ્રથમ ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક કર્યું છે. આ પરીક્ષણથી ભારતીય નૌકાદળની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે.

નૌકાદળ અને DRDOએ સાથે કામ કરી સિદ્ધિ મેળવી

ઇન્ડિયન નેવીએ DRDO સાથે મળીને એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. જેમાં ભારતે બેલેસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરનું સફળ પરીક્ષણ કર્યું છે. જેથી ભારત પણ હવે BMD સિસ્ટમવાળા દેશોમાં સામેલ થયું છે. આ પરીક્ષણનો હેતુ બેલેસ્ટિક મિસાઈલને નિષ્ક્રિય કરવાનો છે. જેનાથી ભારત નેવલ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ક્ષમતા ધરાવતું રાષ્ટ્ર બન્યું છે. 

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેલેસ્ટિક મિસાઈલ ઈન્ટરસેપ્ટરના પરીક્ષણથી ભારત હવે બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ક્ષમતા ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આ સિદ્ધિ માટે DRDO અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે.

ઇન્ડિયન નેવીની શક્તિમાં ધરખમ વધારો

DRDOના અધ્યક્ષ ડો. સમીર કામતે મિસાઇલની ડિઝાઇન અને વિકાસમાં સામેલ તમામ ટીમોની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતે એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ વિકસાવતા હવે ભારતીય નૌકાદળ વધુ શક્તિશાળી બન્યું છે. ઇન્ડિયન નેવી હવે અન્ય દેશોની જેમ બેલેસ્ટિક મિસાઈલના ખતરાનો સામનો કરી શકશે અને મુંહતોડ જવાબ આપી શકશે.

ભારત પણ હવે શક્તિશાળી દેશોમાં સામેલ થયું

મહત્વનું છે કે, એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમની મદદથી ભારતીય સેના દુશ્મનની મિસાઈલોને દરિયામાં જ નષ્ટ કરી શકશે. આવા પ્રકારની એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા, ચીન, રશિયા અને ઈઝરાયલ પાસે છે. હવે ભારત પણ આ શક્તિશાળી દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD) સિસ્ટમ શું છે?

મહત્વનું છે કે, ભારતે હવે દ્વિ-સ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD) સિસ્ટમ માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ સિસ્ટમ ધીમા એરક્રાફ્ટ અને લાંબા અંતરની પરમાણુ મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. જેમાં અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને ચીન સહિતના દેશોમાં આ BMD સિસ્ટમ કામ કરી રહી છે. આ સિસ્ટમમાં દુશ્મનની મિસાઇલ કે રોકેટની પ્રાથમિક ચેતવણી આપે છે અને જે તે મિસાઇલનું ટ્રેકિંગ સેન્સર કરે છે. આ સિસ્ટમમાં કમાન્ડ-કંટ્રોલ પોસ્ટ્સ અને અદ્યતન ઇન્ટરસેપ્ટર મિસાઇલ સામેલ છે. જે જમીન અને દરિયાઈ વિસ્તારમાંથી ઓપરેટ થઈ શકે છે.