ભારતીય શેર માર્કેટ 3.8 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું, G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી માટે શાનદાર તક

ભારતીય શેર માર્કેટ વાસ્તવમાં ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે જેથી વડાપ્રધાન મોદી આ મામલે વિશ્વના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી શકશે. નોંધનીય છે કે, હાલ નવી દિલ્હી ખાતે ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ ચાલી રહી છે જેને લઈ સમગ્ર વિશ્વના અનેક ટોચના નેતાઓ ભારત આવેલા છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભારતીય શેર માર્કેટમાં જે […]

Share:

ભારતીય શેર માર્કેટ વાસ્તવમાં ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે જેથી વડાપ્રધાન મોદી આ મામલે વિશ્વના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી શકશે. નોંધનીય છે કે, હાલ નવી દિલ્હી ખાતે ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ ચાલી રહી છે જેને લઈ સમગ્ર વિશ્વના અનેક ટોચના નેતાઓ ભારત આવેલા છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભારતીય શેર માર્કેટમાં જે પ્રકારે તેજી જોવા મળી રહી છે તેનાથી રોકાણકારોને આકર્ષી શકશે.

ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભારતીય શેર માર્કેટ એક નવો રેકોર્ડ સર્જવાની નજીક છે. અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર અલગ જ દિશામાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ચીનની સરખામણીએ કારણ કે, ચીનના અર્થતંત્ર અને ચીનના શેર માર્કેટમાં કેટલીક સમસ્યા જોવા મળી રહી છે. આજે રોકાણકારો ભારતને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે કારણ કે, તેમને ભારતીય માર્કેટ વધારે સુરક્ષિત જણાઈ રહ્યું છે. ભારતીય શેર માર્કેટના પ્રદર્શનને જોતા રોકાણકારોને એવો અનુભવ થઈ રહ્યો છે કે, રોકાણ કરવા માટે ભારત એક શ્રેષ્ઠ પસંદગી છે. 

ભારતીય શેર માર્કેટ 3.8 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું

ભારતીય શેર માર્કેટ તાજેતરમાં 3.8 ટ્રિલિયન ડોલરના ઉચ્ચ મૂલ્ય પર પહોંચી ગયું છે જે વડાપ્રધાન મોદી માટે પણ ખૂબ સારો સમય કહી શકાય. તેનાથી તેમને G20 સમિટ દરમિયાન એક પ્રમુખ વૈશ્વિક પ્લેયર તરીકે ભારતની ક્ષમતા ઉજાગર કરવાની તક પ્રદાન થાય છે. આમ G20 સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ સમક્ષ ભારતના વધી રહેલા મહત્વને પ્રદર્શિત કરવા માટે એક મજબૂત સ્થિતિ સર્જાઈ છે. 

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક એસજી લિમિટેડના રોકાણ રણનીતિકાર ઓડ્રે ગોહે જણાવ્યું હતું કે, અનેક સકારાત્મક કારકોના કારણે ભારતીય શેર માર્કેટ ખૂબ સારૂં પ્રદર્શન કરી રહ્યું છે. તેમાં ભારતમાં મજબૂત વિકાસના અવસર, સરકારી નીતિઓમાં ચાલી રહેલા સુધારા અને બેંકોની ક્રેડિટ ગ્રોથનો સમાવેશ થાય છે. તે સિવાય વિશ્વના અનેક મજબૂત દેશો સાથેનું વધુ પડતું સંતુલન પણ ભારત માટે સકારાત્મક પરિણામ લાવ્યું છે. ભારત સરકાર દેશમાં બિઝનેસના ઓપરેશનને વધુ આકર્ષક બનાવવા માટે પણ પગલા ભરી રહી છે. 

અત્યાર સુધીમાં 16 અબજ ડોલરથી પણ વધુનું રોકાણ

ભારતીય શેર માર્કેટ 3.8 ટ્રિલિયન ડોલરના મૂલ્યએ પહોંચી ગયું હોવાથી વડાપ્રધાન મોદી તેનો ઉપયોગ કંપનીઓને ભારત આવીને વેપાર કરવા માટે આકર્ષિત કરવા માટે પણ કરી રહ્યા છે. એપલ અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓ પહેલેથી જ ભારતમાં પ્રોડક્શન કરી રહી છે. 

વિદેશી રોકાણકારો આ વર્ષે ભારતમાં મન મુકીને રોકાણ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 16 અબજ ડોલરથી પણ વધુનું રોકાણ આવ્યું છે. તેનાથી વિરૂદ્ધ અન્ય કેટલાય એશિયાઈ દેશોને વિદેશી રોકાણકારો પાસેથી ખાસ નાણાં નથી મળ્યા. આમ દરેક રીતે ભારતીય શેર માર્કેટ હાલ સારૂં પ્રદર્શન કરી રહ્યું છે અને અનેક રોકાણકારો તેનાથી આનંદમાં છે. ભારતીય શેર માર્કેટ છેલ્લા કેટલાક મહિનાથી અન્ય માર્કેટની સરખામણીએ ખૂબ સારૂં પ્રદર્શન કરી રહ્યું છે.