ઈઝરાયલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા: ડરની વચ્ચે વિતાવી રહ્યા છે સમય  

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ભારતીય દૂતાવાસે તેના તમામ નાગરિકોને “સતર્ક રહેવા” માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઈઝરાયલ પર હમાસના આતંકવાદી જૂથના હુમલાઓ બાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની દુર્દશા શેર કરી. તેઓ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં હોવા છતાં અત્યંત તણાવ અને ડર અનુભવી રહ્યા છે કારણ કે ઈઝરાયલમાં પરિસ્થિતિ “ખૂબ જ તંગ” છે. […]

Share:

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ભારતીય દૂતાવાસે તેના તમામ નાગરિકોને “સતર્ક રહેવા” માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઈઝરાયલ પર હમાસના આતંકવાદી જૂથના હુમલાઓ બાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ તેમની દુર્દશા શેર કરી. તેઓ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં હોવા છતાં અત્યંત તણાવ અને ડર અનુભવી રહ્યા છે કારણ કે ઈઝરાયલમાં પરિસ્થિતિ “ખૂબ જ તંગ” છે.

ઈઝરાયલમાં ફસાયેલા એક ભારતીય વિદ્યાર્થી ગોકુલ માનવલને જણાવ્યું, “હું ખૂબ જ નર્વસ અને ડરી ગયો છું. સદભાગ્યે અમારી પાસે આશ્રયસ્થાન અને ઈઝરાયલી પોલીસ દળો છે. અત્યાર સુધી, અમે સુરક્ષિત છીએ. અમે ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છીએ, અમારી આસપાસ ભારતીય સમુદાય છે અને અમે જોડાયેલા છીએ.” 

અન્ય એક ભારતીય વિદ્યાર્થી વિમલ ક્રિષ્નસામી મણિવન્નન ચિત્રાએ કહ્યું કે હુમલો ખૂબ જ તણાવપૂર્ણ અને ડરામણો હતો. ભારતીય દૂતાવાસ અમારા સંપર્કમાં છે. તેઓ અમારા પર નજર રાખી રહ્યા છે.

હુમલો શરૂ થયો તે ક્ષણની પરિસ્થિતિ શેર કરતા, એક ભારતીય વિદ્યાર્થી આદિત્ય કરુણાનિધિ નિવેદિતાએ કહ્યું, “આ બધું ખૂબ જ અચાનક હતું જેની અમને અપેક્ષા નહોતી, કારણ કે ઈઝરાયલમાં ધાર્મિક રજાઓ ચાલી રહી છે. અમને વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે સાયરન સંભળાયું. અમે લગભગ 7-8 કલાક સુધી બંકરમાં હતા. અમને અમારા ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.”

ઈઝરાયલની હિબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેઓ ડોર્મમાં રહે છે અને કોલેજ દ્વારા રહેવાની સગવડ આપવામાં આવે છે.

પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે શનિવારે સવારે આશ્ચર્યજનક હુમલામાં, ડઝનેક હમાસ આતંકવાદીઓ નાકાબંધી ગાઝા પટ્ટીમાંથી અને નજીકના ઈઝરાયલના શહેરોમાં પ્રવેશ્યા હતા, જેમાં ઘણા લોકોની હત્યા અને અપહરણ કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલી મીડિયાના તાજેતરના આંકડાઓ અનુસાર, ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે, જ્યારે 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા  હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 232 લોકોના મોત છે અને લગભગ 1,700 ઘાયલ થયા છે.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી 

જેરુસલેમમાં ભારતીય દૂતાવાસ અને પેલેસ્ટાઈનમાં ભારતના પ્રતિનિધિ કાર્યાલયે શનિવારે એડવાઈઝરી જાહેર કરીને સંબંધિત દેશોમાં ભારતીય નાગરિકોને કટોકટીની સ્થિતિમાં “સતર્ક રહેવા” અને “કાર્યાલયનો સીધો સંપર્ક” કરવા જણાવ્યું હતું.

ભારતીય દૂતાવાસે જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું, “ઈઝરાયલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાધિકારીઓની સલાહ મુજબ સતર્ક રહેવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને સાવચેતી રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો.”