ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડનું એલાન, રાહુલ-શ્રેયસનું કમબેક, તિલક વર્મા બન્યો નવો ચહેરો

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડમાં પસંદગીકારોએ તિલક વર્માને પ્રથમ વખત વનડે કપમાં સામેલ કરીને સૌને ચોંકાવી દીધા છે. તે નંબર-4 પર ભારત માટે વિકલ્પ બની શકે છે. સંજુ સૈમસન પણ બેકઅપ તરીકે ટીમમાં છે.  ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડની જાહેરાત કરી દેવાઈ છે. કેએલ રાહુલ અને […]

Share:

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડમાં પસંદગીકારોએ તિલક વર્માને પ્રથમ વખત વનડે કપમાં સામેલ કરીને સૌને ચોંકાવી દીધા છે. તે નંબર-4 પર ભારત માટે વિકલ્પ બની શકે છે. સંજુ સૈમસન પણ બેકઅપ તરીકે ટીમમાં છે. 

ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડની જાહેરાત કરી દેવાઈ છે. કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની ટીમમાં વાપસી થઈ છે. બંને છેલ્લા ઘણાં સમયથી ઈજાના કારણે ટીમની બહાર હતા. જ્યારે જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ વનડે ટીમમાં કમબેક કરી રહ્યા છે. તે બંને પણ ઈજાગ્રસ્ત હતા. જ્યારે તિલક વર્મા ટીમમાં નવો ચહેરો બનશે.

 

અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડમાં તિલક વર્માની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ દરમિયાન T20 ડેબ્યુ કર્યું હતું. આગામી 30 ઓગષ્ટથી એશિયા કપની શરૂઆત થવાની છે. પસંદગીકારોએ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. જેમાં 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સૈમસન બેકઅપ વિકેટકીપર (18માં ખેલાડી) હશે. યુજવેન્દ્ર ચહલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 

ઈજા બાદ 4 ખેલાડીઓની વનડેમાં વાપસી

શ્રેયસ છેલ્લે 15 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીલંકા સામે વનડે રમ્યો હતો. જ્યારે રાહુલ છેલ્લે 22 માર્ચ, 2023એ ઓસ્ટ્રેલિયા સામે વનડે રમ્યો હતો. શ્રેયસને કમરમાં ઈજા પહોંચી હતી જ્યારે રાહુલને આઈપીએલ દરમિયાન જાંઘના ભાગે ઈજા પહોંચી હતી. 

આયર્લેન્ડ સામે T20 સીરિઝ દ્વારા આશરે એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનારો બુમરાહ છેલ્લે 14 જુલાઈ, 2022એ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે વનડે રમ્યો હતો. જ્યારે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છેલ્લે 20 ઓગષ્ટ, 2022એ ઝિમ્બાબ્વે સામે વનડે રમ્યો હતો. 

વાઈસ કેપ્ટન પદે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા પાસેથી વાઈસ કેપ્ટનનું પદ છિનવીને બુમરાહને આપવામાં આવશે તેવી શક્યતા જણાઈ રહી હતી. જોકે પસંદગીકારોએ ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડમાં હાર્દિક પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને એશિયા કપમાં તે ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન બની રહેશે. વર્તમાન મેચોમાં રોહિત શર્માની ગેરહાજરી દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વનડેમાં પણ ટીમની કેપ્ટન્સી કરી છે. તે T20 ફોર્મેટમાં પણ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. 

આ વર્ષે એશિયા કપ પાકિસ્તાન-શ્રીલંકાના સહ યજમાન પદે રમાશે. પહેલી મેચ 30 ઓગષ્ટના રોજ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાશે. 

ભારતની એશિયા કપ 2023 સ્ક્વોડ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા. બેકઅપમાં સંજુ સૈમસન.